Homeગુર્જર નગરીમોરબીની શાન ગણાતું મણિમંદિર 21 વર્ષ બાદ ખુલ્લું મૂકાયું, લોકો આ સમયે...

મોરબીની શાન ગણાતું મણિમંદિર 21 વર્ષ બાદ ખુલ્લું મૂકાયું, લોકો આ સમયે મુલાકાત લઈ શકશે

Team Chabuk-Gujarat Desk: મોરબી શહેરની શાન ગણાતું અને મોરબી શહેરને સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા અપાવવામાં સિંહફાળો ભજવનાર મણિમંદિર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મણિમંદિર જે વાઘમંદિર તરીકે પણ ઓળખાય છે, આ મણિમંદિરના રિનોવેશનનું કાર્ય હાલમાં પૂર્ણ થયું છે. રિનોવેશનનું કામ ચાલતું હોવાથી છેલ્લા 21 વર્ષથી મણિમંદિર બંધ હતું. લોકોને અંદર પ્રવેશ આપવામાં આવતો ન હતો. જો કે હવે રિનોવેશનનું કામ પૂરું થઈ જતાં 21 વર્ષ બાદ મણિમંદિરના દ્વાર જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યા છે. જેને લઈને મોરબીની જનતામાં ખુશી જોવા મળી રહી છે.

મણિમંદિરનો ઈતિહાસ

મોરબી શહેરનું જાણિતું મણિમંદિર મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે વર્ષ 1935માં બનાવ્યું હતું. મણિમંદિરના નિર્માણ પાછળ જે તે વખતે 30 લાખનો ખર્ચ કરોય હતો. મણિમંદિરમાં 130 ઓરડાઓ અને વચ્ચે મંદિર આવેલું છે. આ મહેલમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો આવેલા છે. મણિમંદિરને વિલિંગ્ડન સેક્રેટરીએટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વર્ષ 2001માં આવેલા ભયાનક  ભૂકંપના કારણે મણિમંદિરમાં મોટા પાયે નુકસાન થયું હતું. જેથી રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ રિનોવેશનના કામમાં આશરે 20 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રિનોવેશન પૂર્ણ થયા બાદ રાજવી પરિવારે અંતે પ્રજા માટે મણિમંદિર ખુલ્લું મૂક્યું છે. જેથી હવે લોકો આ મણિમંદિરની મુલાકાત લઈ શકશે. નાગરિકો સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી અને બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન મણિમંદિરની મુલાકાત લઈ શકશે. પરંતુ મણિમંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની મનાઈ ફરમાવવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments