Team Chabuk-Gujarat Desk: રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચે એક લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી મજૂરી માટે બહારના પ્રદેશથી આવેલા સગા સબંધીઓને ત્યાં રોકાઈને રેકી કરી કરતી અને ત્યારબાદ ઘટનાને અંજામ આપતા. ટોળકીના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. સાથે જ સોના ચાંદીના દાગીના સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે. એટલું જ નહીં પાંચ જેટલી લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લૂંટના બે ગુનાઓ સામે આવ્યા હતા. બંન્ને ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. એક જ ટોળકીએ આ લૂંટને અંજામ આપ્યા છે તેવી પોલીસને પુરેપુરી શંકા હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસે કાલાવડ-રાજકોટ હાઇ વે પરથી બે બાઈકમાં જતાં પાંચ શંકાસ્પદ શખ્સો પારસિંગગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ ઉર્ફે જોરસીંગ વહુનિયા, નરૂ પરમાર, કમલેશ વાખળા, દિનેશ પરમાર અને રતના મનિમાને ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસને સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન શખ્સોએ કબૂલ્યું હતું કે, ઘરેણા લોધિકા તાલુકાના મોટાવડા અને કોટડાસાંગાણીના રાજપરા ગામે કરેલ લૂંટના છે. આમ, લૂંટનો એક ગુનો ઉકેલાઈ ગયો હતો.
આ ઉપરાંત પોલીસ તપાસમાં બે લૂંટ ઉપરાંત કલોલમાં એક ચોરી અને મોરબી જિલ્લામાં બે ચોરીની ઘટનાનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપીએ ખુદ આ ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ શખ્સો મૂળ દાહોલ જિલ્લાના છે અને સમયાંતરે સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં આવતા રહે છે. પોતાના સગા-સબંધીઓ જે અહીં મજૂરી કરતાં હોય તેમના ઘરે રોકાય છે. ગામની આસપાસ ખાસ કરીને વાડી-વિસ્તારમાં રહેતા હોય તેની રેકી કરે છે. જો કોઈ મોટી રકમ સાથે જતું હોવાની જાણ થાય તો તેમના પર હુમલો કરે છે અને લૂંટ કરી ફરાર થઈ જાય છે. આ ઉપરાંત આરોપીઓ સારા મંદિરને પણ નિશાન બનાવતા. એટલું જ નહીં જો આ લોકોના ધ્યાને કોઈ બંધ મકાન આવતું તો તેને પણ શિકાર બનાવતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
