Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકથી મોતના બનાવો વધ્યા છે. દરરોજ ગુજરાતમાં સરેરાશ 10થી વધુ લોકોના મોત હાર્ટ એટેકના કારણે થઈ રહ્યા છે. સ્વસ્થ લાગતો વ્યક્તિ પળવારમાં મોતને ભેટી રહ્યો છે. ત્યારે મોરબીમાં હાર્ટ એટેકથી એક શિક્ષકનું મોત થયું છે. નાની વાવડી ગામના શિક્ષકને હાર્ટ એટેક આવતા તેઓનું મોત નિપજ્યું છે. શિક્ષકના મોતથી શાળા અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ ખરેડા ગામના અને હાલ નાની વાવડી ગામે આવેલા ભૂમિ ટાવરમાં રહેતા દીપકભાઈ દલપતભાઈ વૈષ્ણવ ગઈકાલ રાત્રે બેડમિન્ટન રમ્યા હતા. બેડમિન્ટન રમ્યા બાદ દીપકભાઈ વૈષ્ણવની તબિયત અચાનક ખરાબ થતા તેનું મોત નિપજ્યું હતું. તબિયત ખરાબ થતાં દીપકભાઈને સારવાર માટે નજીકના દવાખાને લઇ જવામાં આવતા ડોકટરે તપાસી હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી આપી હતી. દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ (ઉ.વ. 46) વાવડી ગામે આવેલી ઉચ્ચતર માધમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. શિક્ષકના મૃત્યુને પગલે મોરબી શિક્ષણ જગત અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો