Homeસિનેમાવાદદિવાળી પાર્ટી: 18 વર્ષની રાશાએ પાથર્યું સુંદરતાનું કામણ, હસીનાઓ પર ભારે પડી...

દિવાળી પાર્ટી: 18 વર્ષની રાશાએ પાથર્યું સુંદરતાનું કામણ, હસીનાઓ પર ભારે પડી રવીનાની લાડલી

Team Chabuk-Entertainment Desk: જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ હાલમાં જ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવૂડ સેલિબ્રિટીઓની ભીડ જોવા મળી. પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, માધુરી દીક્ષિત, ગૌરી ખાન, સુહાના ખાન, જાહ્નવી કપૂર સહિત ઘણા સ્ટાર્સે પાર્ટીમાં હાજરી આપી.

આ પાર્ટી દરમિયાન, જાહ્નવી, સારા, સુહાના નહીં પરંતુ રવિના ટંડનની લાડલી રાશાએ પોતાના લુકથી પાર્ટીની મહેફિલ લૂંટી લીધી હતી. આ લુકમાં રાશા માત્ર બોલિવૂડની હસીનાઓને જ નહીં પરંતુ તેની માતા રવિના ટંડનને પણ ટક્કર આપતી જોવા મળી હતી. રાશા તેની માતા રવિના ટંડન સાથે મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહી હતી.

રવિનાએ ગોલ્ડન કલરની ચમકદાર સાડી પહેરી હતી, જ્યારે રાશાએ બ્લુ અને વ્હાઇટ લહેંગો પહેર્યો હતો. આ હેવી એમ્બ્રોઇડરીવાળા લહેંગામાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકો તેની સુંદરતાના ખોબલેને ખોબલે વખાણ કરી રહ્યા છે. રાશાની સુંદરતા જોઈને બધા કહે છે કે તે પણ તેની માતાની જેમ અભિનેત્રી બની શકે છે.

રાશા માર્શલ આર્ટની સાથે રાશા બોક્સિંગની ટ્રેનિંગ પણ લઈ રહી છે. અભ્યાસમાં ટોપર હોવા ઉપરાંત તે સ્પોર્ટ્સમાં પણ ચેમ્પિયન છે. રાશાને એક્ટિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે.
રાશા માત્ર 18 વર્ષની છે, પરંતુ તે પોતાની સુંદરતાથી મોટી ફિલ્મ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. આ ઉંમરે પણ રાશાની ફેન ફોલોઈંગ ઘણી મજબૂત છે. રવિનાની દીકરી રાશા હાલમાં અભ્યાસ કરી રહી છે. આ સાથે, તેની પાસે માર્શલ આર્ટ ફોર્મ, ટેકવોન્ડોમાં બ્લેક બેલ્ટ છે.

Raveena Tandon daughter rasha

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments