Homeદે ઘુમા કેછ ફૂટ આઠ ઈંચના બોલરે ભારતની અડધી ટીમને પવેલિયન મોકલી દીધી

છ ફૂટ આઠ ઈંચના બોલરે ભારતની અડધી ટીમને પવેલિયન મોકલી દીધી

Team Chabuk-Sports Desk: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલના ત્રીજા દિવસની રમત ન્યૂઝીલેન્ડની ટીમના નામે રહી હતી. શરૂઆતમાં કાઈલ જેમિસનની બોલિંગ અને છેલ્લા સેશનમાં ડેવન કૉન્વેની બેટીંગથી વર્લ્ડ ક્રિકેટની નંબર વન ટીમે ભારતને પરેશાન કરીને રાખી દીધું હતું. દિવસના પહેલા સેશનમાં કાઈલ જેમિસને ભારતની ઈનિંગને તિતર બિતર કરીને રાખી દીધી હતી. જેમિસનની પાંચ વિકેટથી ભારતની ઈનિંગ 217 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. એ પછી ન્યૂઝીલેન્ડની ટીમ બેટીંગ માટે મેદાનમાં ઉતરી હતી. ટોમ લેથમ અને ડેવન કોન્વેએ 70 રન જોડ્યા હતા અને દિવસની રમત પૂર્ણ થતા સુધીમાં ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવી 101 રન બનાવી લીધા હતા. હાલ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના સ્કોરથી 116 રન પાછળ ચાલી રહી છે.

મેચનો પહેલો દિવસ વરસાદના કારણે ધોવાયો તો બીજો દિવસમાં ખરાબ રોશનીએ ખલેલ પહોંચાડી હતી. બીજા દિવસે જ્યારે રમત પૂર્ણ થઈ ત્યારે ભારતીય ટીમે 146 રન ત્રણ વિકેટના નુકસાન પર બનાવ્યા હતા. બીજા દિવસે રમતમાં ફક્ત 64.4 ઓવર ફેંકાઈ હતી.

રવિવારના રોજ મેચનો ત્રીજો દિવસ હતો. ભારત માટે વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની જોડી મેદાનમાં ઉતરી હતી. જોકે દિવસની શરૂઆતમાં જ કાઈલ જેમિસને ભારતય ટીમને પરેશાન કરી દીધી હતી. સૌપ્રથમ તેણે કેપ્ટન વિરાટ કોહલીને 44 રનમાં LBW કરી પવેલિયન મોકલ્યો. એ બાદ ઋષભ પંત પણ ન ચાલ્યો. એ માત્ર ચાર રન બનાવી પવેલિયન પરત ફરી ગયો.

પંત બાદ અજિંક્ય રહાણેની વિકેટ પણ જલ્દીથી પડી ગઈ. રહાણે 46 રન બનાવીને નીલ વેગનરની બોલ પર ટોમ લેથનના હાથે કેચ આઉટ થઈ ગયો. 146/3 વિકેટથી ત્રીજા દિવસની શરૂઆત કરનારો ભારત 182/6 થઈ ગઈ. ભારતીય ટીમને અશ્વિન અને જાડેજાની જોડી પાસે આશા હતી. જોકે 205ના સ્કોર પર અશ્વિનની વિકેટ પડી ગઈ. 213ના સ્કોર પર ઈશાંત અને બુમરાહ બંને આઉટ થઈ ગયા. આખરે ટ્રેન્ટ બોલ્ટે રવિન્દ્ર જાડેજાને 15 રનના સ્કોર પર કેચ આઉટ કરી દીધો.

ત્રીજા દિવસનો હીરો ન્યૂઝીલેન્ડનો ખેલાડી કાઈલ જેમિસન રહ્યો હતો. જેમિસને 31 રન આપી ભારતના પાંચ મોટા ખેલાડીઓની વિકેટ લીધી. ખાસ વાત કે જેમિસનની ઊંચાઈ છ ફૂટ આઠ ઈંચની છે. જેમિસન સિવાય વેગનર અને બોલ્ટે 2-2 વિકેટ લીધી હતી. ટીમ સાઉધીના ખાતામાં એક વિકેટ ગઈ હતી. ન્યૂઝીલેન્ડનું ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઉતરવું એ ફાયદામાં રહ્યું હતું.

217ના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઈ ગયેલી ભારતની ટીમ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ મેદાન પર બેટીંગ કરવા માટે ઉતરી હતી. ડેવન કોન્વે અને ટોમ લેથમની જોડીએ 34.2 ઓવર સુધી મેદાનમાં રહ્યા. 70 રન બનાવ્યા. ત્યાં સુધી ઈશાંત, બુમરાહ અને શમી જેવા બોલર્સે બોલિંગ જ ન કરી. અશ્વિને લેથમને કેચ આઉટ કરતા કેન વિલિયમસને ડેવન કોન્વેની સાથે મોર્ચો સંભાળ્યો. બંનેએ 14.2 ઓવર સુધી વિકેટના રૂપે કોઈ નુકસાન થવા ન દીધું. ઈશાંત શર્માએ કોન્વેને 54 રન પર પવેલિયનનો રસ્તો બતાવ્યો.

કોન્વેના આઉટ થયા બાદ બેટ્સમેનોએ ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. હવે ચોથા દિવસના મેચમાં પરત ફરવા માટે ભારતીય ટીમે જલ્દીથી વિકેટ લેવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments