Homeગુર્જર નગરીનવા વર્ષની ઉજવણીનો નશો ઉતારતી પોલીસ, ગુજરાતની આ બોર્ડર પરથી પકડાયા 900થી...

નવા વર્ષની ઉજવણીનો નશો ઉતારતી પોલીસ, ગુજરાતની આ બોર્ડર પરથી પકડાયા 900થી વધુ પીધેલા

Team Chabuk-Gujarat Desk: આજે 31 ડિસેમ્બર એટલે વર્ષ 2022નો છેલ્લો દિવસ.. આવતીકાલે 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને ગુજરાતમાં પણ વર્ષના અંતિમ દિવસે નવા વર્ષને આગમન માટે પાર્ટીઓ થતી હોય છે. અને નશાના બંધાણીઓ પાર્ટી કરવા માટે વિવિધ સ્થળોએ જતાં હોય છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસે 31 ડિસેમ્બરની પૂર્વ રાત્રિએ સપાટો બોલાવ્યો હતો અને વલસાડ નજીક આવેલા દમણ સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ પીને આવતા પીધેલાઓને પકડ્યા હતા. 31st ની પૂર્વ રાત્રિએ વલસાડ જિલ્લા પોલીસે 956 પીધેલાઓને ઝડપીને કાર્યવાહી કરી છે. વલસાડ જિલ્લાની 32 જેટલી નાની મોટી ચેક પોસ્ટ તથા સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે 31st ની પૂર્વ રાત્રિએ જ દારૂ પીને ગુજરાતમાં આવતા લોકોને વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. 

અહીંયાથી પકડાયા પીધેલા

  • વલસાડ રૂલર – 50
  • વલસાડ સીટી – 60
  • વલસાડ ડુંગરી – 90
  • પારડી – 167
  • ભિલાડ – 80
  • ઉમરગામ – 46
  • ઉમરગામ મરીન – 15
  • ધરમપુર – 28
  • કપરાડા – 09
  • નનાપોઢા – 50
  • વાપી ટાઉન – 180
  • વાપી GIDC – 91
  • વાપી ડુંગરા – 50
vinayak

31st પહેલા 956 જેટલા દારૂ પીધેલા શખ્સોને પકડી પાડતાં દારૂના બંધાણીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ જિલ્લાની 35 આંતર રાજ્ય ચેક પોસ્ટો પર પોલીસનું સધન ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે વાપીની ડાભેલ અને કચીગામ ચેકપોસ્ટ પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં શોખીનો નશામાં ઝડપાતા આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશન પર મંડપ બધાવ્યો છે. થર્ટી ફર્સ્ટ અને પહેલી નવા વર્ષ સુધી વલસાડ જિલ્લામાં પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ ચાલશે. જેમાં દમણ દાદરા નગરહવેલી અને મહારાષ્ટ્રની હદો પર સધન ચેકીંગ હાથ ધરાશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફાર્મ હાઉસો અને મુખ્ય રસ્તાઓ પર પોલીસનું સધન ચેકીંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments