Team Chabuk-Gujarat Desk: વર્ષ 2022ના અંતિમ દિવસે એક દુઃખદ સમાચાર આવ્યા છે. નવસારી જિલ્લામાં વહેલી સવારે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. નવસારીના વેસ્મા નજીક વલસાડથી ભરૂચ જતી કારે અચાનક કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલી લક્ઝરી બસ સાથે કાર અથડાઈ હતી જેમાં ઘટના સ્થળે જ સાત લોકોના મોત થયા હતાં જ્યારે સારવાર દરમિયાન બે લોકો મોતને ભેટ્યા છે. આમ આ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં કારમાં સવાર તમામ આઠ લોકોના મોત નિપજ્યા છે જ્યારે બસમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાથી હાઈવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરત અને વલસાડ ખસેડવામાં આવ્યા છે.
લક્ઝરીના ડ્રાઈવરને હાર્ટ-એટેક આવ્યો
મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેના કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદીને જતી રહી હતી. અને અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. ફોર્ચ્યુનર કારમાં સવાર 9 લોકોના મોત નિપજ્યા છે. અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં દરમિયાન બસમાં સવાર એક મુસાફરને પણ હાર્ટ-એટેક આવ્યો હતો.
બસ શતાબ્દી મહોત્સવમાંથી પરત ફરી રહી હતી
બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે BAPSના પ્રમુખ સ્વામી નગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.

ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.
મૃતકના નામ
- મયૂર વાવેયા
- પ્રજ્ઞેશભાઈ વેકરિયા
- ધર્મેશભાઈ શેલડિયા
- જયદીપભાઈ પેથાણી
- જયદીપભાઈ ગોધાણી
- નવનીતભાઈ ભડિયાદરા
- નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
