Homeગુર્જર નગરીખંભાળિયાના કજુરડા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતાં કારની અડફેટે માતા-પુત્રીના મોત

ખંભાળિયાના કજુરડા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતાં કારની અડફેટે માતા-પુત્રીના મોત

Team Chabuk-Gujarat Desk: જસદણ બાદ ખંભાળિયામાં સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રીના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. બનાવની વિગત જોઈએ તો ખંભાળિયા નજીક કજુરડા ગામના પાટીયા પાસે આજે બહારગામથી પરત આવીને રોડ ઓળંગીને ઘર તરફ જઈ રહેલા માતા-પુત્રીને કારે અડફેટે લીધા હતા જેમાં ઘટના સ્થળે જ માતા-પુત્રીના મોત નિપજ્યા છે.

khambhaliya accident

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા હિનાબા જાડેજા નામના 32 વર્ષના મહિલા તેમની 9 વર્ષની પુત્રી કૃપાબા જાડેજાને લઈને કચ્છ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ તેઓ ગઈકાલે ત્યાંથી નીકળ્યા હતા અને આજરોજ સવારે અહીં પરત ફર્યા હતા. આજે સવારે આશરે 5:30 વાગ્યે તેઓ ખંભાળિયા–જામનગર હાઈવે પર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક કારની અડફેટે આ માતા પુત્રી આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા.ખંભાળિયાના ભરાણા ગામના રાજપુત પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments