Team Chabuk-Gujarat Desk: રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જસદણ પાસે આવેલા બાખલવડમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના જસદણ-બાખલવડ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. કાર દ્વારા બાઈકને અડફેટે લેતા બાઈક સાથે મામા અને બંને ભાણેજ નીચે પટકાયા હતા, જેમાં મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક નજીક હોસિપટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આજે વહેલી સવારે તેણે પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી વિગતો મુજબ મૃતક મામાનું નામ અજયભાઈ સદાસિયા (ઉંમર વર્ષ આશરે 30 વર્ષ) જ્યારે બે ભાણેજ કિંજલ રણછોડભાઈ ઓળકિયા (ઉંમર વર્ષ આશરે 8) અને માહી રણછોડભાઈ ઓળકિયા (ઉંમર વર્ષ આશરે 4) હોવાનું જાણવા મળ્યું છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા