Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં અનૈતિક સંબંધોમાં દગો અને બાળકને તરછોડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં જ હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યા બાદ પ્રેમી સચિને પ્રેમીકા થકી થયેલા બાળક શિવાંશને તરછોડી દીધો હતો. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના વેજલપુરમાંથી સામે આવ્યો છે. અમદાવાદ શહેરના વેજલપુરના શ્રીનંદનગર એપાર્ટમેન્ટની સીડીમાં બાળક રઝળતી હાલતમાં મળી આવ્યું છે. સીડીમાં બાળકના રડવાનો અવાજ આવતા આસપાસ રહેતી મહિલાઓએ બહાર આવીને જોયું તો એક નવજાત બાળક હતું. ત્યાં જ સીડીમાં કોઈનો ઉતરવાનો અવાજ આવ્યો અને બુમો પાડતાં સ્થાનિકોએ એક મહિલાને પકડી લીધી હતી.
આ મહિલાએ નવજાત બાળક તેનું જ હોવાનું જણાવ્યું હતું અને તે કુંવારી માતા બની હોવાતી બાળકને તરછોડી દીધું હોવાનું કહ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને હાલ બાળકને સારવાર માટે લઈ જવાયું છે. બનાવની વિગત જોઈએ તો શ્રીનંદનગર એપાર્ટમેન્ટના બીજા માળે સવારના સમયમાં રોજની જેમ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળીને આસપાસની મહિલાઓ જ્યાં બાળક રડતું હતું એ જગ્યાએ પહોંચી હતી. બાળકને રડતું જોઈને મહિલા બૂમાબૂમ કરવા લાગી હતી.
આ સમયે સીડીમાંથી એક યુવતી દોડતી સોસાયટીના ગેટ તરફ જતી હતી, પરંતુ સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં લોકોએ યુવતીને પકડી લીધી હતી. આ યુવતી મિઝોરમની રહેવાસી છે. તે અહીં સ્પામાં કામ કરતી હતી. તેને સુનીલ નામના એક યુવક સાથે પ્રેમ હતો. તે ગર્ભવતી બની, પણ સુનીલ તેને મૂકીને જતો રહ્યો હતો. સુનીલના કોઈ પતો ન લાગ્યો અને એ દરમિયાન યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ તો આપ્યો, પણ કુંવારી માતા હોવાથી તે કઈ રીતે બાળકને રાખશે એ જાણીને આ એપાર્ટમેન્ટમાં બાળકને મૂકી ગઈ હતી, પરંતુ લોકોએ પકડી લેતાં હાલ પોલીસે આ દિશામાં કાર્યવાહી કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત