Team Chabuk-Political Desk: ભારતીય જનતા પાર્ટીના પીલીભીતથી સાંસદ વરુણ ગાંધી કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ફરી એક વખત ખેડૂતોનું સમર્થન કર્યું છે. ગુરૂવારના રોજ તેમણે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટર પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરી તેમણે ઈશારાઓથી કહી દીધું હતું કે, સરકાર ખેડૂત આંદોલનનું દમન કરી રહી છે અને એવામાં તેઓ ખેડૂતોની સાથે ઊભા છે.
ગુરૂવારના રોજ 41 સેકન્ડના વીડિયોની સાથે તેમણે કેપ્શન લખ્યું છે કે, એક વિશાળ હ્રદયના નેતા દ્વારા કહેવામાં આવેલી બુદ્ધિશાળી વાત. વીડિયો ત્યારનો છે જ્યારે અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં હતા. આ વીડિયોમાં અટલ બિહારી વાજપેયી કોઈ જનસભામાં સરકારને ચેતવણી આપતા કહે છે કે, હું ‘આ ખેડૂતોને ડરાવતી સરકારને ચેતવણી આપવા માગું છું. અમને ડરાવવાની કોશિશ ન કરો. અમે ખેડૂતોના આંદોલનનો ઉપયોગ રાજનીતિ માટે કરવા નથી માગતા. અમે તેમની માગણીઓનું સમર્થન કરીએ છીએ. જો સરકાર અમને ડરાવવાની કોશિશ કરશે, કાયદાનો દુરપયોગ કરે છે કે, ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનની ઉપેક્ષા કરે છે, તો અમે પણ તેમના સમર્થનમાં તેમના આંદોલનમાં સામેલ થઈ જઈશું.’
Wise words from a big-hearted leader… pic.twitter.com/xlRtznjFAx
— Varun Gandhi (@varungandhi80) October 14, 2021
વરુણ ગાંધી અને ભાજપમાં ઈશારા ઈશારામાં રસ્સાકસ્સી ચાલી રહી છે. વરુણ ગાંધી સતત ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવી રહ્યા છે. પછી ભલે તે શેરડીનું મૂલ્ય વધારવાની વાત હોય કે, ખેડૂતોના આંદોલનને ટેકો આપવાની વાત હોય. લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ પણ તેમણે ટ્વીટર પર વીડિયો શેર કરતા કહ્યું હતું કે, હિંસાના એ આરોપીઓને તત્કાલિન સજા મળવી જોઈએ.
માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીએ તેમની વિરૂદ્ધમાં જઈને નિવેદનબાજી કરવાના કારણે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી કિમિટિમાંથી વરૂણ ગાંધીને હટાવી દીધા છે. ત્યાં સુધી ચર્ચાઓ થઈ રહી છે કે વરુણ અને મેનકા પાર્ટી છોડી શકે છે. જોકે ભાજપ અને વરુણ ગાંધીએ આ નિવેદનબાજીને પાયાવિહોણી ગણાવી હતી. જોકે નજીકના લોકોનું કહેવું છે કે, વરૂણ-મેનકા અને ભાજપની વચ્ચે ખટાશ પ્રવર્તી રહી છે. કંઈ ઠીક નથી ચાલી રહ્યું જેનું પરિણામ આવનારા સમયમાં જોવા મળી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત