Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ગઈકાલે સાંજે ઘટેલી દુર્ઘટનાથી સમગ્ર દેશભરમાં હાહાકાર મચી ગયો છે. ઝૂલતો પુલ તૂટતા અનેકની જિંદગી ઓલવાઈ ગઈ છે. દિવાળીના પર્વની ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 140થી વધુ લોકોના મોત નિપજી ચુક્યા છે તો અનેક લોકો હાલ સારવાર હેઠળ મોત સામે જજુમી રહ્યા છે. ત્યારે આ દુર્ઘટનામાં રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સ્વજનોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી છે.
મળતી વિગતો પ્રમાણે સાંસદ મોહન કુંડારિયાના સગા બહેનના જેઠની ચાર દીકરી, ચાર જમાઈ અને બાળકો સહીત 12 લોકોના આ દુર્ઘટનામાં કરુણ મોત થયા છે. મોહન કુંડારિયાના બહેનના જેઠની ચાર દીકરીઓ અને જમાઈ રવિવારની રજા હોવાથી બાળકો સાથે ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. પરંતુ ત્યાં તેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે અને 12 લોકોના મોત નિપજ્યા છે. ચાર દીકરી અને ચાર જમાઈ સાથે બાળકોના પણ મોત નિપજતાં પરિવાર પર જાણે દુઃખનું આભ તૂટી પડ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
