Homeગુર્જર નગરીકરુણાંતિકાઃ ઝૂલતા પુલ દુર્ઘટનામાં હળવદના પતિ-પત્નીનું મોત ચાર વર્ષના બાળકનો બચાવ

કરુણાંતિકાઃ ઝૂલતા પુલ દુર્ઘટનામાં હળવદના પતિ-પત્નીનું મોત ચાર વર્ષના બાળકનો બચાવ

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક પરિવારોમાં રોકકળના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કરુણાંતિકા એવી સર્જાઈ છે કે ઘણા કિસ્સામાં બાળકનો બચાવ થયો છે અને માતા-પિતાના મોત નિપજ્યા છે. આવી જ એક કરુણાંતિકા સર્જાઈ છે હળવદના પરિવાર સાથે. મૂળ હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા પતિ પત્નીનું ઝૂલતો પુલ તૂટી પડવાના કારણે મોત નીપજ્યું છે જ્યારે તેઓના એક ચાર વર્ષના બાળકનો કુદરતી આબાદ બચાવ થયો છે. દુર્ઘટનાના કારણે ચાર વર્ષના દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ મોરબીમાં બનેલી આ ગોઝારી દુર્ઘટનાને પગલે હળવદ આજે બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે.

હળવદ શહેરના પ્રમુખસ્વામી નગરના અને હાલ મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા અને મોરબીમાં સીએ તરીકે કામ કરતા હાર્દિકભાઈ અશોકભાઈ ફળદુ અને તેમના પત્ની મીરલબેન હાર્દિકભાઈ ફળદુ તેમજ તેમનો ચાર વર્ષનો દીકરો જીયાન્સ તેમજ હાર્દિકભાઈના માસાનો પરિવાર ઝૂલતા પુલ પર ફરવા માટે ગયા હતા. આ વખતે પુલ તૂટી પડવાને કારણે હાર્દિકભાઈ તેમજ તેમના ધર્મ પત્ની મીરલબેનનું મોત નીપજ્યું છે. જ્યારે હાર્દિકભાઈના માસાના દિકરા હર્ષભાઈ ઝાલાવાડીયા રહે.  રાજકોટને ઇજા પહોંચતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યારે હર્ષભાઈના પત્ની મીરાબેનનું મોત નીપજ્યું છે અને હાર્દિકભાઈના દીકરા જીયાન્સનો બચાવ થયો છે.

મોરબીમાં બનેલ દુર્ઘટનાને પગલે આજે સોમવારે હળવદ શહેર બપોર બાદ સંપૂર્ણ બંધ રહેશે તેમ હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments