Homeગુર્જર નગરીહત્યાના બદલે હત્યા: સુરત કોર્ટ નજીક જ હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, છરીથી...

હત્યાના બદલે હત્યા: સુરત કોર્ટ નજીક જ હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, છરીથી આડેધડ વાર કર્યા

Team Chabuk-Gujarat Desk: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરત કોર્ટની નજીક જ જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવાઈ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે સુરત કોર્ટમાં આવ્યો હતો. આ દરમિયાન તેની જ હત્યા થઈ ગઈ.

હત્યાની ઘટનામાં કરણ રાજપૂત નામના યુવકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાના ભાઈની હત્યારનો બદલો લીધો હોવાની પોસ્ટ મૂકી છે. જ્યારે ગેંગ વોરને લઈને પહેલા હત્યા અને હવે હત્યાના બદલામાં હત્યા કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ સુરજ યાદવ નામનો શખ્સ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં તારીખ ભરવા માટે કોર્ટમાં આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાની બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ સુરજ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ 15થી 17 ચપ્પુના ઘા સુરજને ઝીંક્યા હતા જેના કારણે વધુ પડતું લોહી વહી જવાના કારણે યુવકે દમ તોડ્યો હતો.

બનાવની જાણ થતા જ ઉમરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આરોપીને પકડવા કવાયત શરૂ કરી હતી.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments