Team Chabuk-Gujarat Desk: સુરતમાં દોઢ મહિના પહેલાં આસિટન્ટ મહિલા પ્રોફેસરને આત્મહત્યા કરવા મજબૂર કરનારા આરોપી ઝડપાયા છે. રાંદેર પોલીસે 3 આરોપીને બિહારના નક્સલી વિસ્તારમાંથી ઝડપી લીધા છે. આસિ. પ્રોફેસરની આત્મહત્યા બાદ પ્રોફેસરના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે, મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ 23 હજાર રૂપિયા પડાવ્યા હતા.
16 માર્ચ 2023ના રોજ સુરતના જહાંગીરપુરામાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ઉત્રાણ અને કોસાડ રેલવે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલાં નાની બેનના મોબાઇલ પર વ્હોટ્સએપ મેસેજ કર્યો હતો. મેસેજમાં તેના ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા માગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ મોક્લ્યો હતો.

મહિલાએ નાની બહેનને જણાવ્યું હતું કે, મારા મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં એક્સેસમાં કોન્ટેક્ટ એસએમએસમાં યસ કરેલું હતું. મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેઇલિંગ કરી ખોટા મેસેજ કરે છે. મારા ન્યૂડ ફોટો વાઇરલ કરવાની ધમકી આપી મારી પાસેથી UPI ઉપરથી 3000, 1500, 6000, 1500 અને 8000 રૂપિયા તેમજ પેટીએમ એપ્લિકેશન મારફત 3 હજાર બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરેલા હતા.

આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે આઇપી એડ્રેસની તપાસ કરતાં લોકેશન બિહારનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રાંદેર પોલીસની ટીમ બિહારના નક્સલી વિસ્તારમાં પહોંચી હતી. વેશપલટો કરીને વોચ ગોઠવી અભિષેક કુમાર રવીન્દ્રપ્રસદ સિંહ, રોશન કુમાર વિજય પ્રસાદ સિંહ અને સૌરભ રાજ ગજેન્દ્રકુમારની ધરપકડ કરી હતી.
પોલીસ કમિશનરે કહ્યું કે, મોબાઇલ ફોનમાં એક એપ્લિકેશન દ્વારા ઓફર કરવામાં આવી હતી અને જેમાં તમામ કન્ડિશન અક્સેપ્ટ કરતાં મોબાઇલ નો એક્સેસ આપી દીધો હતો. ત્યાર બાદ તેના મોર્ફ કરેલા ન્યૂડ ફોટો સાથે ધમકી આપી રૂપિયા પડાવી લીધા હતા. પ્રોફેસર પર દબાણ લાવવા માટે આરોપીએ ફોટો પ્રોફેસરના મિત્રોને પણ મોકલ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, ત્રણેય આરોપી ધોરણ 10 સુધી જ ભણેલા છે. ઓનલાઇન સર્ચ દ્વારા ફોન હેક કરવા સહિતનો શીખ્યા હતા અને એકબીજાને શીખવ્યું હતું. પોલીસે તેમને ત્રણ દિવસ સુધી સતત વોચ રાખી રેકી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર, કી-બોર્ડ, માઉસ, ફિંગરપ્રિન્ટ મશીન અને 15 જેટલાં આધારકાર્ડની ઝેરોક્સ કબજે કરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત