Homeગુર્જર નગરીમહિલા પોતાના પતિનું કાપેલું માથુ લઈને પોલીસ સ્ટેશને પહોંચી તો પોલીસ પણ...

મહિલા પોતાના પતિનું કાપેલું માથુ લઈને પોલીસ સ્ટેશને પહોંચી તો પોલીસ પણ ચોંકી ગઈ

Team Chabuk-National Desk: તિરુપતિમાં 50 વર્ષિય મહિલાએ પોતાના જ પતિની હત્યા કરી નાંખી. આરોપી વસુંધરાએ તેનાં 53 વર્ષનાં પતિ રવિચંદરની પહેલાં ચપ્પુ મારીને હત્યા કરી નાંખી. એટલું જ નહીં આ બાદ તે રવિચંદરકનું કાપેલું માથુ લઇ સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી અને આત્મસમર્પણ કરી લીધુ.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 50 વર્ષિય મહિલાએ બેવફાઇની શંકામાં તેનાં પતિની હત્યા કરી નાંખી છે. આરોપી વસુંધરાએ તેનાં 53 વર્ષિય પતિને પહોલાં ચપ્પુના ઘા ઝીંક્યા અને તેના મોત બાદ તેનું માથુ ધડથી અલગ કરી દીધુ. ત્યારબાદ પોતાના પતિના માથાને એક બેગમાં ભર્યું અને પોલીસ સ્ટેશને પહોંચી ગઈ.

25 વર્ષ પહેલાં આરોપી વસુંધરાના લગ્ન બિઝનેસમેન રવિચંદર સાથે થયા હતાં તેમને એક 20 વર્ષનો દીકરો છે. લગ્ન બાદથી તેરેનીગુંટાનાં બુગ્ગા સ્ટ્રીટમાં રહેતા હતાં. તેમનું વૈવાહિક લગ્ન જીવન અત્યાર સુધી સારુ ચાલતું હતું. પણ અચાનક તે બંને વચ્ચે ઝઘડા શરૂ થઇ ગયા હતા.

પોલીસે આપેલી માહિતી અનુસાર, સવારે વસુંધરાએ રવિચંદરને આડેધડ ચપ્પા મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વસુંધરા તેનું માથુ કાપીને પોલીસ સ્ટેશન લઇને પહોંચી હતી. વસુંધરા એક ઓટોમાં પ્લાસ્ટિકની થેલીમાં તેનાં પતિનું માથુ લઇને આવી હતી.

પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. હાલ પોલીસને હત્યા પાછળનું  સંપૂર્ણ કારણ જાળવા મળ્યું નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, વસુંધરાને શંકા હતી કે તેના પતિનું કોઈ અન્ય સ્ત્રી સાથે લફરૂ છે આ બાબતે જ બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments