Team Chabuk-Gujarat Desk: કેટલાકને આદત હોય છે. ઘરની બાજુમાં પથ્થરો એકઠા કરવા કે લાકડા ભેગા કરવા. જોકે સુરતમાં આવી જ એક નાની આક્ષેપ-પ્રતિઆક્ષેપની વાતે મોટી વારદાતનું સ્વરૂપ ધારણ કરતા બનાવ હત્યામાં પલટાય ગયો હતો. સુરતના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામમાં એક વૃદ્ધ મહિલાએ અન્ય મહિલા પર તેના ઘરમાંથી લાકડા લઈ લેવાનો આક્ષેપ લગાવ્યો હતો અને પછી કુહાડી વડે હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં કંપારી છૂટી ગઈ હતી.
65 વર્ષીય વિધવા વૃદ્ધ રમીલાબહેન રાતના સમયે ઘરના ખાટલા ઉપર ઉંઘતી હતી. એવામાં પાડોશમાં રહેતી અન્ય એક વૃદ્ધા કાલુબહેન ત્યાં આવી પહોંચી હતી. કાલુબહેન રમીલાબહેનને જોરજોરથી ગાળો ભાંડવા લાગી હતી. તેણી વારંવાર આક્ષેપ લગાવી રહી હતી કે, મારા ઘરમાં રહેલા લાકડા તું કેમ સળગાવે છે. ઝઘડો થયો હતો અને ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં કાલુબહેને રમીલાબહેનને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દેતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મૃતકની પુત્રવધૂ કાજલબહેન આવી જતા અને બૂમાબૂમ કરતા ફળિયામાં લોકો એકઠાં થઈ ગયા હતા. એવામાં કાલુબહેન ત્યાંથી કુહાડી નાખી ફરાર થઈ ગયા હતા. કાજલબહેનની ફરિયાદના આધારે કાલુબહેનની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત