Homeગુર્જર નગરી12 વર્ષના બાળકની આત્મહત્યા: “હું આજે મરવા જઈ રહ્યો છું, મારી...

12 વર્ષના બાળકની આત્મહત્યા: “હું આજે મરવા જઈ રહ્યો છું, મારી ભૂલ પર ખૂબ રડ્યો”, સુસાઈડ નોટ વાંચી આંખમાં પાણી આવી જશે

Team Chabuk-Gujarat Desk: ઉત્તરપ્રદેશના રાયબરેલી 12 વર્ષના બાળકે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. આરોપ છે કે, મિલ એરિયા વિસ્તારમાં આવેલી સેન્ટ પીટર્સ સ્કૂલના વિદ્યાર્થી યશ મૌર્યાએ મહિલા શિક્ષક અને પ્રિન્સિપાલના ત્રાસથી કંટાળી પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો લગાવી લીધો.

પરીક્ષામાં એક પેપરમાં મહિલા શિક્ષકે તેને નકલ કરતા પકડી લીધો હતો. જે બાદ વિદ્યાર્થીને માર મારી અપમાનિત કરાયો હતો. ત્યારબાદ શિક્ષીકા તેને પ્રિન્સિપાલ પાસે લઈ ગઈ. પ્રિન્સિપાલે પણ તેને અપમાનિત કર્યો.  જે બાદ0 યશ ઘરે પહોંચ્યો  અને કોઈને કહ્યા વગર ઘરના ઉપરના રૂમમાં જતો રહ્યો અને એક સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી.

યશના છેલ્લા શબ્દો

‘મેં પેપરમાં ચોરી કરી. હું આજે મરવા જઈ રહ્યો છું. આ માટે કાકા-કાકી, મમ્મી-પપ્પાને દોષ ન આપતા. ભૂલ કર્યા પછી કોઈને ચોક્કસપણે એક તક આપવી જોઈએ પરંતુ આવું ન કરવામાં આવ્યું. હું મારી ભૂલ પર ખૂબ રડ્યો. મારા મિત્રોએ પણ શેમ-શેમ બોલ્યા. હવે મારું મગજ મારા વશમાં નથી. મને ખરાબ વિચારો આવે છે. માતા-પિતા,  ભાઈ-બહેન, શાળાના મિત્રો અને શિક્ષકોને સોરી.’

બીજી તરફ પરિવારજનો શોકમગ્ન છે. વિદ્યાર્થીના  પિતા રાજીવ મૌર્ય સહિત પરિવારના અન્ય સભ્યોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષીકા સામે ફરિયાદ નોંધાવી હતી. યશના પિતાએ કહ્યું, “મે મારા પુત્રને સારું શિક્ષણ મેળવવા માટે રાયબરેલીમાં તેના કાકા પાસે મૂક્યો હતો. મને નહોતી ખબર કે શિક્ષકોના કારણે મારો દીકરો હંમેશા માટે દૂર થઈ જશે. તે ઘરમાં સૌથી નાનો હતો. તેનો મોટો ભાઈ તેને ખૂબ પ્રેમ કરતો હતો. યશના મૃત્યુથી આખો પરિવાર આઘાતમાં છે.” સમગ્ર ઘટના અંગે સીઓ સદર વંદના સિંહે કહ્યું, “રાજીવની ફરિયાદ પર પ્રિન્સિપાલ રજનાઈ ડિસોઝા અને શિક્ષિકા મોનિકા માગો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.”

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments