Team Chabuk-National desk: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમણે બેદરકારી દાખવનારા અધિકારીઓને સ્ટેજ પરથી જ સસ્પેન્ડ કરી દિધા છે. 23 સપ્ટેમ્બરે ડિંડોરીના જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ટીકારામ અહિરવારને સસ્પેન્ડ કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં બેદરકારીને કારણે મુખ્યમંત્રીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઉજ્જવલા યોજનાના 70 હજાર કનેક્શનના લક્ષ્યાંક સામે માત્ર 30 હજાર કનેક્શન આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મંચ પરથી જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી ટીકારામ અહિરવારને કહ્યું કે જાઓ, હું તમને સસ્પેન્ડ કરું છું. વીડિયોમાં જોઈ શકાય છે કે જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારી CM શિવરાજના સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી.
#WATCH मध्य प्रदेश: मुख्यमंत्री शिवराज सिंह चौहान डिंडौरी में जन सेवा अभियान कार्यक्रम को संबोधित करते हुए उज्ज्वला योजना के तहत कार्ड बनाने में लापरवाही करने के मामले में डीएसओ टीकाराम अहिरवार को सस्पेंड किया। (23.09) pic.twitter.com/PtJ1BmMYlL
— ANI_HindiNews (@AHindinews) September 24, 2022
મુખ્યમંત્રી શિવરાજસિંહની આ જાહેરાત બાદ ટોળાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. જનસેવા શિબિર બાદ CM શિવરાજે રોડ શો પણ કર્યો હતો. તેમણે બસ સ્ટેન્ડ ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. આ દિવસોમાં ડિંડોરીમાં પણ અર્બન બોડીની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સીએમ શિવરાજના આ પરાક્રમી અવતારને પણ ચૂંટણીની રણનીતિ માનવામાં આવી રહી છે. મધ્યપ્રદેશમાં 46 અર્બન બોડીઝમાં મતદાન થવાનું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત