Team Chabuk-Gujarat Desk: વાંસદા તાલુકાના રવાણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. નવસારીમાં ત્રિપલ મર્ડરની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નવસારીના રવાણીયા ગામમાં એક પુરુષે પોતાની બે પુત્રીઓ અને પત્નીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હત્યા અને આપઘાત પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. એક જ પરિવારના ચાર સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
રવાણિયા ગામે એક દંપતિએ પોતાની બે માસુમ બાળાઓ સાથે આત્મહત્યા કરી છે. 7 વર્ષ અને 4 માસની બે માસૂમ બાળાને મોતને ઘાટ ઉતારી કથિત રીતે ઘરના 3 સભ્યોનું મર્ડર કરી મોભીએ અંતે આત્મહત્યા કરી છે. સમગ્ર ઘટનામાં પતિનું લગ્નેતર સબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. વાંસદા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- પુલવામા હુમલાના 6 વર્ષઃ આજે પ્રેમની વાતો નહીં વીરોની વાત થઈ રહી છે
- સોનાના ભાવમાં ક્યારે લાગશે બ્રેક ? આજે ભાવમાં ફરી વધારો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર