Team Chabuk-Gujarat Desk: ધોરાજીમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ધો.11 સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડિયા નામની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દિવ્યાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના 318 નંબરના રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે 12 વાગ્યા પછી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દિવ્યાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી છે.
સુસાઇડ નોટ જુઓ શું લખ્યું છે ?
દિવ્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે, મારા એક એક આંસુનો બદલો લઈશ.’ ‘પપ્પા, મારા મરવાનું એક જ કારણ છો અને એ છો તમે. તમારાથી મને અતિ નફરત થઈ ગઈ હતી. કેમ કે, તમે મને ક્યારેય પોતાની દીકરી જ નહોતી સમજી. બસ ઓર્ડર અને ગુસ્સો કરતા જ આવડતું. મારા મરવા પાછળ મને એક ‘બા’ નો અફસોસ છે. જેણે મને મા-બાપ બન્નેનો પ્રેમ આપ્યો. SORRY DADI’. ‘મા જ્યારે પણ યાદ કરીશ ત્યારે તારી સાથે હોઈશ. મા મને માફ કરી દેજો કેમ કે, આટલા ટેન્શનમાં હું જીવી શકું તેમ નથી. મા મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. મારા એક એક આંસુનો હું બદલો લઈશ.’

દિવ્યાનો પરિવાર કુતિયાણાનો વતની છે. દિવ્યા કુતિયાણાથી ધોરાજી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવી હતી. તેમજ દિવ્યા સ્કૂલની હોસ્ટેલમાં જ રહેતી હતી. બનાવના પગલે ધોરાજી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. દિવ્યાના પિતા રમેશભાઈ BSFના જવાન રહી ચૂક્યા છે. તેઓ પણ રાતે જ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. રૂમમાંથી દિવ્યાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં પિતા ખૂબ ગુસ્સે થતા હોઇ પિતાએ ક્યારેય પોતાને દીકરી ગણી ન હોય તેવા શબ્દો સુસાઇડ નોટમાં લખ્યા છે. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે, દિવ્યાએ અંતિમ પગલું ભરતાં પહેલાં અડધો કલાક ફોન પર પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. હાલ ધોરાજી પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
