Team Chabuk-Gujarat Desk: કહેવાય છે કે પહેલો સગો પાડોશી હોય છે. પરંતુ રાજકોટમાં એક પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખી. શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં મૃતકે હત્યારાની ભત્રીજીની છેડતી કરી જે વાતનો ઠપકો આપવા આરોપી મૃતકના ઘરે પહોંચ્યો અને વાત હત્યા સુધી પહોંચી ગઈ.
રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાના સમયે હત્યાનો એક બનાવ બન્યો. આસપાસના રહેવાસીઓએ હત્યાના આ બનાવ અંગે પોલીસને જાણ કરી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો જ્યાં જોવા મળ્યું રૂખડિયાપરા રેલવે સ્ટેશન નજીક એક ઓરડીમાં તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં એક યુવકની લાશ પડી છે જેના આધારે પોલીસે તપાસ કરી. પોલીસ તપાસમાં મૃતકનું નામ મયંક શ્રીકાંત સિંદે હોવાનું સામે આવ્યું. પ્રાથમિક તપાસમાં પાડોશમાં જ રહેતા સુલેમાન પલેજા નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું. જેના આધારે પોલીસે સુલેમાનની શોધખોળ શરૂ કરી અને માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જવાના રસ્તા પરથી તેને ઝડપી લીધો.
સમગ્ર કેસ મુદ્દે પોલસે કહ્યું કે, સુલેમાન અને મયંક પાડોશમાં રહે છે., બપોરના સમયે મયંક તેના ઘરે હતો ત્યારે સુલેમાન તેના ઘરે આવ્યો હતો. સુલેમાને મયંકને કહ્યું હતુ કે તું મારી ભત્રીજીને ગાળો કેમ આપે છે ? તેની છેડતી કેમ કરે છે ? સુલેમાનની આ વાતથી મયંક ઉશ્કેરાr ગયો હતો અને બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ સુલેમાને મયંકને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
હાલ સુલેમાન પોલીસના સકંજામાં છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સુલેમાન પર અગાઉ પ્રોહિબીશન અને લૂંટ તથા મારામારીના ગુના નોંધાયેલા છે. હાલ હત્યા પાછળ આરોપીની ભત્રીજીને ગાળો આપવી અથવા તેની છેડતી કરાઈ હોવાનું જ સામે આવ્યું છે. જો કે, હત્યા પાછળ અન્ય કોઇ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
