Team Chabuk-Gujarat Desk: ઘણી બીમારીઓ હૈરતમાં નાખી દે છે. વિચારવા મજબૂર કરી નાખે છે કે સમાચારમાં જે આવ્યું, કે આપણા કાને જે સાંભળ્યું તે સત્ય હકીકત છે કે નહીં. આ સમાચાર છે સુરતના, જ્યાં એક વૃદ્ધાની આંખમાંથી 40 ઈયળ કાઢવામાં આવી છે. આ વૃદ્ધાની વય 100 વર્ષની છે. જે હોસ્પિટલે ઓપરેશન કર્યું છે તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. કારણ કે આ હોસ્પિટલ આદિવાસી વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભૂતકાળમાં હોસ્પિટલે અનેક ગરીબોને નવી દૃષ્ટી આપ્યાના ઉદાહરણ સામે આવ્યા કરે છે.
સુરતના સાગબારા તાલુકાના ઓપડવાવમાં રહેતા દિતુબહેન પોતાના નાના દીકરા સાથે રહે છે. દિતુબહેનને આંખના ભાગમાં ફોલ્લી થઈ હતી અને ખંજવાળે ત્યારે લોહી નીકળતું હતું. આશ્ચર્યની વાત છે કે તડકામાં તેમને સારું લાગતું હતું. જેથી આંખ પર કપડું દબાવી રાખી તેઓ તડકામાં ઉંઘતા રહેતાં હતાં. બાદમાં પરિવારજનોને સમસ્યા મોટી દેખાતા તબીબને બતાવ્યું હતું. તબીબે માંડવીની તેજસ આંખની હોસ્પિટલને વધુ સારવાર અર્થે બતાવવાનું કહ્યું હતું.
તબીબોએ જ્યારે દિતુબહેનના આંખની તપાસ કરી તો તેઓ ચકિત્ત થઈ ગયા હતા, કેમ કે દિતુબહેનને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. આંખમાં ઈયળો હતી અને એ પણ એક કે બે નહીં પૂરી ચાલીસ. ઈયળો આંખની આસપાસ ઓર્બીટમાં હોવાનું જાણવા મળ્યું હતું. વહેતી તકે ઓપરેશન કરવામાં આવતા દિતુબહેન બચી ગયા હતા. નહીં તો ઈયળનો સડો મગજ સુધી પહોંચવાનો ભય હતો.
તાજેતાજો ઘાણવો
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે
- પીઠ અને શૉલ્ડરની બેસ્ટ એક્સસાઈઝ – બેન્ટ ઓવર રૉ એક્સસાઈઝ
- Writer’s odyssey: લખાયેલું સઘળું સાચું અને સાચું બધું કાલ્પનિક