Homeગુર્જર નગરીનેપાળી યુવકને ચોર સમજી થાંભલા સાથે બાંધી ઢોરમાર મારતા મોત, યુવક બૂમો...

નેપાળી યુવકને ચોર સમજી થાંભલા સાથે બાંધી ઢોરમાર મારતા મોત, યુવક બૂમો પાડતો છતા નિર્દયી લોકોએ માર માર્યો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના ચાંગોદર નજીક નેપાળી યુવકને લોકોએ ચોર સમજી થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. આ યુવકનું મોત થયું છે. પશુને નિર્દયતાથી જે રીતે મારતા હોય એ રીતે યુવકને લાકડીના દંડા ફટકારી માર મારવામાં આવ્યો હતો. યુવકને એટલો માર માર્યો કે તેનો જીવ જતો રહ્યો. આ તમામ ક્રૂરતાપૂર્વક બનેલી ઘટનાને લોકોએ મોબાઇલમાં રેકોર્ડ કરી હતી. સોશિયલ મીડિયામાં આ હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હાલ આ સંદર્ભ અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે હત્યાના બનાવમાં 10 જેટલા લોકોની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી રહી છે.

અમદાવાદ જિલ્લા પોલીસવડા અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ 10 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જ્યારે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે. હજી પણ બીજા લોકોની શોધખોળ ચાલુ છે. તેમને પણ શોધવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે.

લોકો એક નિર્દોષ યુવકને લાકડીઓથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ચાંગોદર પાસે આવેલી એક જગ્યાએ નેપાળી યુવક ઊભો હતો. ત્યાંના લોકોને એવું લાગ્યું કે આ કોઈ ચોર છે અને કંઈપણ જાણ્યા વગર લાકડીઓ લઈને લોકો આ યુવકને માર મારવા લાગ્યા હતા. એક સમયે એવો આવ્યો કે તે નીચે પડી ગયેલો યુવક બૂમો પાડી રહ્યો હતો, પણ આ નિર્દયી લોકો તેને મારી રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments