Team Chabuk-Gujarat Desk: વિંછીયાના સામાજિક આગેવાન મુકેશ રાજપરા પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. મુકેશ રાજપરા ઓફિસની બહાર નીકળ્યા તે વખતે મારામારીની ઘટના બનવા પામી હતી. બ્લેક કાર અને બાઈકમાં આવેલા 6 લોકો હુમલો કરી ફરાર થઈ ગયા હતા. મુકેશ રાજપરા પર લાકડી, લોખંડની પાઈપ વડે હુમલો કરાયાનો આક્ષેપ કરાયો હતો. મુકેશ રાજપરાએ પીવાનાં પાણી મુદ્દે પ્રશ્ન ઉઠાવતા હુમલો કરાયાનો આક્ષેપ કર્યો છે. પાણી મુદ્દે લોકોને મદદરૂપ થતાં મુકેશ રાજપરા પર હુમલો કરાયો છે તેવું મુકેશ રાજપરા જણાવી રહ્યા છે. વધુમાં મુકેશ રાજપરાએ જણાવ્યું હતું કે સામાજિક આગેવાન તરીકે કામ કરૂ છું એટલે રાજકીય હુમલો થયો છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં ઈશારે મારા પર હુમલો થયો છે. આ બાબતે વિંછીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુકેશ રાજપરાએ કહ્યું સામાજિક કાર્યકર છું અને સર્વજ્ઞાતિ ટ્રસ્ટનો પ્રમુખ છું. અમારા વિસ્તામાં જ્યાં પણ લોકોને અન્યાય થાય ત્યાં હું લડતો હોઉ છું. પરંતું અમારા વિસ્તારનાં રાજકીય આગેવાન કુંવરજી બાવળિયાને આ વાત મંજૂર નથી. જ્યાં જ્યાં ભ્રષ્ટ્રાચાર થતો હોય ત્યાં હું અવાજ ઉપાડું એટલે અવાજ દબાવવા માટેએ અસામાજીક તત્વોને મોકલી ડરાવી ધમકાવી આ બધું રફે દફે કરવા માટે મારા ઉપર આજે જીવલેણ હુમલો કરાવ્યો છે.
વિંછીયાની અંદર 20-25 દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. ત્યારે પીવાનાં પાણી અને ભુગર્ભ ગટરને લઈ 50 કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. ત્યારે આ બાબતે અવાર નવાર કલેક્ટર તેમજ રાજ્યનાં મંત્રીને પત્ર લખ્યો છે. પરંતું કંઈ થયું નથી. ત્યારે આજે વિંછીયા બંધ રાખવાનું હતું. બધુ રફેદફે કરવા માટે મારા પર હુમલો કર્યો છે. મારા પર હુમલો કરનાર શખ્શ અમારા વિસ્તારનો છે. રાજેશ ધાંધલ જે રઘુ ધાંધલનો ભાઈ છે. મારા પર ફાયરીંગ થયું છે અને મને પગમાં ગોળી પણ વાગી છે. ત્યારે આજે મારા પર આજે થયેલ હુમલા બાબતે હું કુંવરજી બાવળિયા પર આક્ષેપ કરૂ છું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત