Homeગુર્જર નગરીUPSCની લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ ઈન્ટરવ્યૂ વિના સીધા પસંદ થયા, જાણો...

UPSCની લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ ઈન્ટરવ્યૂ વિના સીધા પસંદ થયા, જાણો કોણ છે જૂનાગઢના નવા કલેક્ટર રચીત રાજ

Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સનદી અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા કલેક્ટર તરીકે રચીત રાજની (Rachit Raj) નિમણુક કરવામાં આવી છે. ૩૦ વર્ષિય રચીત રાજે (Rachit Raj) ગઇકાલે જૂનાગઢના ૪૩મા કલેકટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા સનદી અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રચિત રાજે (Rachit Raj) વેલોરમાં બાયો-ટેકનોલોજીમાં બી.ટેક કર્યુ છે. તેઓ ટેકનોસેવી છે. દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસી પરીક્ષા તેમણે વર્ષ ૨૦૧૪માં પ્રથમ પ્રયત્ને અને ઓલ ઇન્ડિયામાં ત્રીજા રેન્ક સાથે પાસ કરેલ છે. તેમજ તેમણે યુપીએસસીની (UPSC) લેખિત પરીક્ષામાં સૌથી વધુ માર્કસ સ્કોર કર્યા હતા. અને તેઓ એકમાત્ર ઉમેદવાર હતા જેઓ ઇન્ટરવ્યૂ વગર પસંદગી પામ્યા હતા.

આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં એમઆઇટી સ્કૂલ ઓફ પુણે દ્વારા, વર્ષ ૨૦૧૫માં વીઆઇટી યુનિવર્સિટી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રચીત રાજે (Rachit Raj) એમ.બી.એ.ના અભ્યાસ માટે મળેલ ૧૭ લાખ રૂપિયાની સ્કોલરશીપ સનદી અધિકારી બની દેશની સેવા કરવા માટે છોડી દીધી હતી. વર્ષ ૨૦૧૪માં તેમણે ઝારખંડ સરકાર દ્વારા મુખ્યમંત્રી હેમંત સોરેન અને પૂર્વ સીએમ અર્જુન મુંડા દ્વારા સન્માનિત કરાયા હતા. તેઓ વિઝનરી, સફળ યુથ આઇકોન, પબ્લીક સ્પીકર અને લેખક છે. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પણ સન્માનિત કરાયા હતા.

કલેક્ટર રચિત રાજે (Rachit Raj) જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં કોવિડ વેક્સીન અને સંભવિત ત્રીજા વેવનો મુખ્ય એજન્ડા રહેશે. જિલ્લાને કોરોનામુકત રાખવા તમામ પ્રયાસો કરાશે. તેમજ જિલ્લામાં મહેસૂલ લગત કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણીને અગ્રતા અપાશે. જૂનાગઢના ઐતિહાસિક સ્થળો ગિરનાર, સાસણ, ઉપરકોટ વગેરેને પ્રોજેકટ કરાશે. વિશ્વના પ્રવાસનના નકશામાં જૂનાગઢ જિલ્લાને  હોટ ફેવરીટ બને તેવા પ્રયાસો રહેશે.

કલેક્ટર રચિત રાજે (Rachit Raj) અગાઉ આસિસ્ટન્ટ કલેકટર સાવલી, જિલ્લા વિકાસ અધિકારી તરીકે છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરી છે. ડાયનેમિક વ્યકિત્વ ધરાવતા કલેકટર રાજે જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

૪૫૫૩ ચોરસ કિલોમીટર વિસ્તાર ૪૧૯ ગામ અને ૧૫ લાખથી વધુ વસ્તી ધરાવતા જૂનાગઢ જિલ્લાને કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી બચાવવા ઉપરાંત કોરોના મૂકત બનાવવો છે. જેના માટે સમગ્ર જિલ્લામાં વેક્સિનને પ્રાથમિકતા અપાશે. ૧૮ થી વધુ વયના તમામ લોકોને ૧૦૦ ટકા કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ આપવાનું લક્ષાંક  છે. તેમ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર રચીત રાજે (Rachit Raj) જણાવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના મહેસુલ અને પંચાયતના શાખા અધિકારીઓની પ્રથમ બેઠકમાં કલેક્ટરે કહ્યું કે, જિલ્લાના તમામ અધિકારીઓ ટીમ સ્પિરીટ સાથે ટીમ વર્કથી કાર્ય કરશે. નો-પેન્ડીગ વર્ક સાથે જે કામ કરશે કામગરીનું પરિણામ મળવું જોઇએ. પરીણાલક્ષી કામગીરી સાથે તેમણે લોકોને ઉપયોગી થવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. કામગીરીમાં ઢીલાશ કે બેદરકારી ચલાવાશે નહીં.

પ્રથમ બેઠકમાં જ ગેરહાજર રહેનાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરને નોટીસ આપવા સૂચના આપી રચીત રાજે (Rachit Raj) કહ્યું કે, મિટીંગમાં મોડા આવનાર કે ગેર હાજર રહેનાર દંડાશે. તેમણે પ્રથમ મિટીંગમાં જ તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી માન.મુખ્યમંત્રી ડેશ બોર્ડની કામગીરીને ટોચ અગ્રતા આપવા જણાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments