Team Chabuk-Gujarat Desk: સુરતમાં પરિણીતાએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું. સાસરિયા સહિત પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાનો દાવો છે.
સુરતના ઈચ્છાપુર વિસ્તારની આ ઘટના છે. જ્યાં રહેતી એક મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મહિલાએ આપઘાત કરતા પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઈ મહિલાના માતા-પિતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયની માગણી કરી છે.
મહિલાએ આપઘાત કરતા પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ અને સાસરિયાઓ છેલ્લા લાંબા સમયથી ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરે છે. આ બાબતે તેને તેના પરિવારને જાણ પણ કરી હતી. લગ્નના સાત વર્ષમાં એક વર્ષ સુધી તો પરિણીતાને પ્રેમપૂર્વક રાખવામાં આવી અને ત્યારબાદ નાની નાની બાબતે તેને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ પરિવારને કરતી હતી.
પોલીસે વાયરલ વીડિયોને આધારે સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે. ત્યારે પતિ નાની નાની બાબતે લાંબા સમયથી હેરાન અને પરેશાન કરતો હોવાની બાબતે પણ મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત