Team Chabuk-Gujarat Desk: ફરી એક વખત રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતામં આવતીકાલે એટલે કે 28 મેના રોજ રાત્રિ કર્ફ્યૂની અવધિ પૂર્ણ થઈ રહી હોવાથી સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યની રૂપાણી સરકારે વધુ એક અઠવાડિયું રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગૃહ વિભાગના અગાઉના આદેશ પ્રમાણે રાજ્યમાં મૂકવામાં આવેલા નિયંત્રણોની અવધિ લંબાવવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે આવતીકાલ 28 મે સવારના 6 વાગ્યાથી 4 જૂન સવારના 6 વાગ્યા સુધી રાજ્ય સરકારે મૂકેલા નિયંત્રણો અમલમાં રહેશે. આ ઉપરાંત રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવાયો છે તે પણ 4 જૂન સુધી રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
શું બંધ રહેશે ?
આથી 4 જૂન સુધી રાજ્યભરમાં નિયંત્રણો લાગુ રહેશે. આ નિયંત્રણો દરમિયાન રાજ્યમાં ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે, તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
શું ચાલુ રહેશે ?
આ નિયંત્રણો દરમિયાન સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એટીએમ, સીડીએમ, રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઇન્શ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ નિયમ લાગુ નહીં પડે તેઓ ફૂલ સ્ટાફ સાથે કામ કરી શકશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્ટેડિયમ, સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 50 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
આ નિયંત્રણો દરમિયાન રાજ્યભરમાં કોવિડ-19ની કામગીરી સાથે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક સેવા ચાલુ રહેશે. મેડિકલ, પેરામેડિકલ તથા તેને લગતી આરોગ્યલક્ષી સેવાઓ, ચશ્માની દુકાનો ચાલુ રાખી શકાશે, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દૂધ, શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા હોમડિલિવરી સેવા ચાલુ રાખી શકાશે. શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સેવા ચાલુ રાખી શકાશે. પોસ્ટ અને કુરિયર સર્વિસ, ઇન્ટરનેટ, ટેલિફોનને લગતી સેવાઓ ચાલુ રાખી શકાશે.
રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તેવા 36 શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યૂટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 9 કલાકથી બપોરના 3 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. રેસ્ટોરન્ટ સવારના 9 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ચાલુ રાખી શકાશે. પરંતુ રેસ્ટોરન્ટમાં આ સમયગાળા દરમિયાન પાર્સલ સુવિધા અન હોમ ડિલિવરીની સુવિધા જ ચાલુ રાખી શકાશે.
લગ્નમાં 50 વ્યક્તિ
28 મેથી 4 જૂન સુધી જાહેર કરાયેલી આ નવી ગાઈડલાઈનમાં પણ લગ્ન પ્રસંગોમાં કોઈ વધુ છૂટછાટ આપવામાં આવી નથી. લગ્ન પ્રસંગોમાં 50 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવી ફરજિયાત છે. અંતિમક્રિયા/દફનવિધિમાં પણ વધુમાં વધુ 20 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત