Team Chabuk-Gujarat Desk: કોરોનાકાળથી ગુજરાતમાં સેવાની સરવાણી વહાવનાર ગુજરાતના સોનુ સુદ તરીકે જાણીતા બનેલા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ સગાઈ કરી લીધી છે. નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ આ સમાચાર ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપ્યા છે. ખજૂરભાઈએ જે યુવતી સાથે સગાઈ કરી છે તેનું નામ છે મિનાક્ષી દવે. મિનાક્ષી દવે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે.
નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની અને તેઓનાં મંગેતરની તસવીર શેર કરી છે. આ તસવીર તેમની સગાઈ વિધિની છે. તસવીર શેર કરીને નીતિન જાનીએ પોર્ટનર લખીને ઈમોજીમાં દિલ મૂક્યું છે.
નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈએ બે વર્ષ પહેલાં જ્યારે કોરોના આવ્યો ત્યારથી જેટલી પણ Youtube ની આવક થતી હતી તે તમામ માત્ર ને માત્ર સેવા પાછળ વાપરી રહ્યા છે. અત્યાર સુધી એક કરોડથી પણ વધારે પૈસાની મદદ હું કરી ચૂક્યા છે.

નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ અત્યારે રાત દિવસ જોયા વગર લોકોની સતત સેવા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તૌકતે વાવાઝોડા બાદ ખજૂરભાઈ દ્વારા સૌરાષ્ટ્રની અંદર જેમના મકાનો પડી ગયા હતા, જેઓને પોતાના ઘરનો આશરો ન હતો તેવા લોકોને પોતાના ખર્ચે ઘર બનાવી આપતા હતા.


હાલના સમયમાં પણ નીતિન જાની ઉફે ખજૂર ભાઈ પોતાની સેવા કરી રહ્યા છે. ત્યારે આજ રોજ પોતાના સોશિયલ મીડિયામાં સગાઈની પોસ્ટ શેર કરી હતી. અને તેમને ચાહકો તરફથી ઢગલાબંધ શુભેચ્છા મળી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
