Homeગુર્જર નગરીGujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી સુધી મતદારોમાં ભારે ઉત્સાહ, જુઓ...

Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મુખ્યમંત્રી સુધી મતદારોમાં ભારે ઉત્સાહ, જુઓ કોણે કર્યું મતદાન ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આજે વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી અનેક નેતાઓએ સવારમાં જ મતદાન કર્યું છે અને લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (narendra modi) અમદાવાદના રાણીપની નિશાન પબ્લિક સ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું..

રાજ્યના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે (bhupendra patel) આજ રોજ સવારે પરિવાર સાથે શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (amit shah) આજે પરિવાર સાથે અમદાવાદના નારણપુરામાં સબ ઝોનલ ઓફિસમાં મતદાન કર્યું..

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને વિરમગામ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલે (hardik patel) પોતાના ગામ ચંદ્રનગર ખાતે મતદાન કર્યું હતું.

વાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (geniben thakor) મતદાન કર્યું હતું.

બોરસદ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારે (rajendrasinh parmar) પત્ની અને દીકરીઓ સાથે મતદાન બુથ પર જઈને મતદાન કર્યું હતું.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ (shankersinh vaghela) પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (rushikesh patel) વિસનગર ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું.

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે (alpesh thakor) પત્ની સાથે મતદાન બુથ પર જઈને મતદાન કર્યું હતું.

દિયોદરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરીએ મતદાન કર્યું.

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવીએ ઘુમા ખાતે મતદાન કર્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments