Homeગુર્જર નગરી250 રૂપિયામાં વેક્સિન, આટલી જગ્યાએ મળશે બિલકુલ ફ્રી

250 રૂપિયામાં વેક્સિન, આટલી જગ્યાએ મળશે બિલકુલ ફ્રી

Team Chabuk- gujarat Desk: ગુજરાતની જનતા જેની રાહ જોઈ રહી હતી તે મુદ્દાનો હવે અંત આવ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનની કિંમત નક્કી કરી દીધી છે જે મુજબ સરકારી હોસ્પિટલમાં નાગરિકોએ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચુકવવો નહીં પડે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ નાગરિકો વેક્સિન લઈ શકશે. ખાનગી હોસ્પિટલમાં નાગરિકોએ એક ડોઝના 250 રૂપિયા એટલે કે બે ડોઝના કુલ 500 રૂપિયા ચુકવવા પડશે. મહત્વનું છે કે, વેક્સિનની કિંમત માત્ર 150 રૂપિયા જ નક્કી કરવામાં આવી છે. 100 રૂપિયા વેક્સિનના રજિસ્ટ્રેશનનો ચાર્જ છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના વડીલો અને ગંભીર બીમારીવાળા દર્દીઓ માટે રસીકરણ અભિયાન શરૂ થશે. વેક્સિન કોઈ માટે ફરજિયાત નથી પરંતુ નીતિન પટેલે વિનંતિ કરી કે તમામ લોકો વેક્સિન લઈ લે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન સર્જાય. વેક્સિનેશનની જાહેરાત બાદ તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, કોરોનાકાળમાં હોસ્પિટલમાં જો કોઈએ બીલમાં કૌભાંડ કર્યું છે તો તેમને છોડવામાં નહીં આવે તેમના વિરુદ્ધ આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરશે.

નીતિન પટેલે શું કહ્યું ?

  • દેશના નાગરિકો જેની રાહ જોઈ રહ્યા હતા તેની ભારત સરકારે જાહેરાત કરી છે.
  • 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને રસી અપાશે.
  • ગંભીર પ્રકારના રોગથી અસરગ્રસ્ત નાગરિકોને કોરોનાની વેક્સિન અપાશે.
  • પહેલી માર્ચથી વેક્સિન આપવાની શરૂઆત કરાશે.
  • વેક્સિન આપવાની તૈયારીઓ ગુજરાત સરકારે પૂર્ણ કરી છે.
  • ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરની તમામ વ્યક્તિને વેક્સિન અપાશે.
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ.
  • ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલ, રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં વિનામુલ્યે વેક્સિન અપાશે.
  • સરકારી હોસ્પિટલોમાં કોઈએ પણ વેક્સિન માટે ખર્ચ ચુકવવાનો નથી.
  • કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વિનામુલ્યે વેક્સિન આપી છે.
  • જનઆરોગ્ય યોજનામાં જોડાયેલી ખાનગી હોસ્પિટલમાંથી રસી લઈ શકાશે.
  • ખાનગી હોસ્પિટલને વહીવટી ખર્ચ પેટે 100 રૂપિયા ચુકવવા પડશે.
  • ખાનગી હોસ્પિટલમાં વેક્સિનની કિંમત 150 રૂપિયા ચુકવવી પડશે.
  • નાગરિકોએ ખાનગી હોસ્પિટલમાં કુલ 250 રૂપિયા ચુકવવા પડશે.
  • બે ડોઝના નાગરિકોએ કુલ 500 રૂપિયા ચુકવવાના રહેશે.
  • અન્ય દેશોમાં હજારો વેક્સિનની કિંમત હજારો રૂપિયામાં છે.
  • રાજ્ય સરકારની મેડિકલ કોલોજોની સંખ્યા 29 છે.
  • જિલ્લા હોસ્પિટલની સંખ્યા 20.
  • સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની સંખ્યા 51 છે.
  • 363 સામુહિક આરોગ્ય કેન્દ્ર છે.
  • 1588 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.
  • રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હસ્તક 2050 સરકારી હોસ્પિટલ છે.
  • 2050 હોસ્પિટલમાં નાગરિકોએ કોઈ પણ ખર્ચ ચુકવવાનો નથી.
  • મોટા ભાગના નાગરિકોને કઈ પણ જાતનો ખર્ચ નહીં કરવો પડે.
  • જન આરોગ્ય, મા વાત્સલ્ય યોજના અંતર્ગત જે હોસ્પિટલ જોડયેલી છે તેવી હોસ્પિલની સંખ્યા 522 છે.
  • ગુજરાતમાં જેમ જેમ વેક્સિનનો વપરાશ થતો જશે તેમ તેમ ભારત સરકાર તરફથી વધુ વેક્સિન મેકલાતી રહશે.
  • કોરોના વોરિયર્સ માટે અગાઉ સરકારે 10 લાખ વેક્સિનનો ડોઝ વિનામૂલ્યે આપ્યો છે.
  • 10 લાખ પૈકી 3 લાખ વેક્સિન હજુ ઉપલબ્ધ છે.
  • પહેલી તારીખથી તબક્કાવાર વેક્સિન આપવાનો શુભારંભ કરીશું.
  • ખાનગી હોસ્પિટલને રાજ્ય સરકાર જ વેક્સિન આપશે નાગરિકોએ બજારમાંથી વેક્સિન લેવાની જરૂર નથી.
  • વેક્સિન લેવી એ ફરજિયાત નથીકોરોનાની લડાઈમાં કુલ 1 હજાર કરોડથી વધુનો ખર્ચ થયો છે.
  • દરેક કામગીરીની જીણવટ પૂર્વક તપાસ થશે, દરેક બાબત પર ગંભીરતાથી ધ્યાન અપાશે.
  • કોઈએ કઈ પણ ખોટું કર્યું તો તમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
  • તમામ વિરુદ્ધ આરોગ્ય વિભાગ કડકાઈપૂર્વક કાર્યવાહી કરશે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ
વેક્સિનેશનની વાતો વચ્ચે ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં કુલ 451 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે 328 દર્દીઓ સ્વસ્થ થયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં ફરી કોરોનાના કેસનો આંકડો 100ને પાર પહોંચ્યો છે. શહેમાં કુલ 105 દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત સુરતમાં 84, વડોદરામાં 71 અને રાજકોટમાં 37 દર્દીઓ નોંધાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments