Homeવિશેષરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર રસોઈશાળામાં વિજ્ઞાનના ક્લાસ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર રસોઈશાળામાં વિજ્ઞાનના ક્લાસ

Team Chabuk-Special-Desk : આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે. આપણી આસપાસ જ્યાં નજર કરો ત્યાં વિજ્ઞાન છે. ત્યાં સુધી કે તમારું રસોડું પણ વિજ્ઞાનથી ઘેરાયેલું છે. ગેસ, ફ્રીજ, શાકભાજી, કૂકર, સાણસી આ તમામ વસ્તુ સાથે વિજ્ઞાન જોડાયેલું છે. ચાલો આજે રસોઈશાળામાં વિજ્ઞાનનો ક્લાસ ભરીએ.

રસોડામાં વપરાતી સૌથી અગત્યની વસ્તુ છે ગેસ. જો ગેસ પુરો થઈ જાય તો કોઈ જુગાડ કરવો પડે છે. આપણે રસોડામાં જે ગેસ વાપરિએ છીએ તેને LPG તરીકે ઓળખીએ છીએ પરંતુ શું તમે જાણો છો આપણા ઘરે જે ગેસ સિલિન્ડર હોય છે તેમાં એક નહીં અનેક ગેસ હોય છે ?

LPGનું પુરૂ નામ હોય છે જેનું પુરું નામ લિક્વીડ પેટ્રોલિયમ ગેસ છે. સિલિન્ડરમાં એક નહીં પરંતુ કેટલાય ગેસનું મિશ્રણ હોય છે. સિલિન્ડરમાં વધુ પડતો બ્યૂટેન અને પ્રોપેન ગેસ હોય છે. આ ઉપરાંત સિલિન્ડરમાં પ્રોપેલિન, બ્યૂટેલિન, આઈસોબ્યૂટેલિન, આઈસોબ્યૂટેન, ઈથેન, ઈથેલિન વગેરેની પણ હાજરી હોય છે. આ તમામ ગેસ પૈકી 95 ટકા ગેસ બ્યૂટેન અને પ્રોપેન હોય છે. 5 ટકા જ અન્ય ગેસ હોય છે. બ્યૂટેન અને પ્રોપેન બંને ગેસ રંગહીન અને ગંધહીન છે એટલે તેમાં ઈથાઈલ મર્કેપ્ટન (Ethyl Mercaptan ) ઉમેરવામાં આવે છે. આ ગેસના કારણે દુર્ગંધ આવે છે. આ ઉપરાંત જાણવા જેવી વાત એ પણ છે કે, ગેસ ઓક્સિજનની હાજરીમાં જ સળગે છે.

મીઠું

જમવામાં મીઠુ થોડુ ઓછુ કે વધુ હોય તો આપણે બૂમાબૂમ કરી મુકીએ છીએ. ક્યારેક ન જમવામાં મીઠું નાખતા ભૂલાય ગયુ હોત તો તેને સ્વાદ જતો રહે છે. એટલે કે રસોઈમાં મીઠુ મહત્વનું છે એ આપણે ખબર છે પરંતુ શું તમને ખબર છે આપણા શરીરને જેટલા મીઠાની જરૂર હોય છે તેટલું મીઠુ ફળ અને શાકભાજીમાંથી પ્રાકૃતિક રૂપે મળી રહે છે. એટલે કે આપણે વધુ પડતું મીઠુ ખાઈએ છીએ જે ધીમા ઝેર બરાબર છે.
સાયન્સ કહે છે કે વધુ પડતું મીઠું ખાવાથી હાર્ટ એટેકનો ખતરો 34 ટકા વધી જાય છે.  વધુ પડતું મીઠું ખાવાથી આંખોની બીમારી થઈ શકે છે. તો વધુ પડતું મીઠુ હાઈપરટેન્સનનું કારણ પણ બની શકે છે. વાળ સફેદ થવા લાગે છે, વાળ ખરવા લાગે છે. મીઠું શરીરમાંથી કેલ્સીયમ શોષી લે છે તેમજ હાડકાંને કમજોર કરે છે. મીઠાની માત્રાના નિયંત્રણથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.

ફ્રીજ

ફ્રીજમાં એમેનિયા ગેસથી પાણી ઠંડુ થાય છે.

પ્રેસર ક્રૂકર

પ્રેસર કૂકર પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. સાયન્સના લીધે જ તમારા ટેબલ પર જલદી ખાવાનું પહોંચી જાય છે. પ્રેસર કૂકર એક એવું ઉપકરણ છે જેનાથી ઓછા સમયમાં આપણે જમવાનું બનાવી શકીએ છીએ. એટલું  જ નહીં પ્રેસર ક્રૂકરથી આપણે આર્થિક બચત પણ કરી શકીએ છીએ. કેમ કે ગેસ પણ બચે છે. અન તમે જાણો જ છો ગેસનો ભાવ કેટલો છે.

પ્રેસર કૂકર કેવી રીતે કામ કરે છે ?

ગરમ થવાના કારણે કૂકરમાં દબાવ વધે છે. જેમ જેમ દબાવ વધે છે તેમ તેમ કૂકરમાં રહેલી વસ્તુ વધુ ગરમ થઈ જાય છે. આ પ્રેસર 130થી 140 ડિગ્રી સુધી પહોંચી જાય છે. આ જ કારણે કૂકરમાં જમવાનું જલદી બની જાય છે. સામાન્ય રીતે કોઈ પર પદાર્થને ગરમ થવામાં 100 અંશ સેલ્સિયસની જરૂર પડે છે. ખુલ્લા વાસણમાં ગરમ હવા એકઠી ન થવાના કારણે તેમાં ભોજન પાકતા વાર લાગે છે. કૂકરમાં સીટી દબાવને નિયંત્રણ કરવાનું કામ કરે છે. કૂકરમા હદથી વધુ દબાણ થઈ જાય છે ત્યારે સીટી આપોઆપ તેનું કામ કરે છે અને કૂકરની હવાને બહાર આવવા દે છે. કૂકરની બહાર આવવાના કારણે જ સીટી વાગે છે.

સાવધાની પણ રાખવી જોઈએ

જો પ્રેસર કૂકરમાં ભોજન પકાવવા માટે મુક્યું છે અને સીટી નથી વાગતી તો તેને એકવાર હલાવીને જોઈ લેવું જોઈએ. કારણ કે જો સીટી નથી વાગતી તો કૂકરમા હદ કરતા વધુ દબાણ સર્જાવાના કારણે તે ફાટી શકે છે. આ ઉપરાંત ભોજન બનાવ્યા બાદ પણ તેમાથી હવા કાઢવાનું ન ભૂલવું જોઈએ. નહીં તો દુર્ઘટના સર્જાઈ શકે છે. કૂકર ન ફાટે તેના માટે ધ્યાન રાખવા જેવી એક બાબત એ પણ છે કે કૂકરની નોઝલ અને સીટીને વ્યવસ્થિત સાફ કરવી જોઈએ. કારણ કે, આ એ જ માધ્યમ છે જ્યાંથી વરાળ નીકળે છે. જો અહીંથી વરાળ યોગ્ય રીતે નથી નીકળતી તો કૂકર ફાટવાનો ખતરો વધી જાય છે.

રસોડામાં આ ફળ, ફ્રૂટ છે તો જાણી લો તેમાંથી ક્યા વિટામિન્સ મળે છે અને તેની ઉણપથી ક્યા રોગ થાય છે.

વિટામિન એ

  • ગાજર
  • પપૈયુ
  • રતાળુ
  • લીલા શાકભાજી
  • દૂધ

વિટામિન એની ઉણપથી રતાંધણાપણુ થઈ શકે છે.

વીટામિન બી

સંતરા
લીલા વટાણા
ફીશ
ઈંડા
મગની દાળ

વીટામિન સી

  • લીંબુ
  • સંતરા
  • આમળા
  • ટામેટા

વિટામિન સીની ઉણપથી સ્કર્વી, પેઢામાં સોજો તેમજ દાંત નબળા પડવા જેવી બીમારી થાય છે

વિટામિન ડી

  • દૂધ
  • દૂધથી બનેલી દરેક વસ્તુમાં
  • ઈંડા ( પીળા ભાગમાં )
  • માછલી (પ્રોટિન, કેલ્સિયમ, ફોસ્ફરસ )
  • સંતરાનું જ્યૂસ
  • મશરૂમ
  • સૂર્ય

વિટામિન ડીની ઉણપથી તમને હાડકાં તેમજ દાંત. વિટામિન ડીની ઉણપથી આપણા શરીરમાં કેલ્સીયમ ઘટે છે. જેથી દાંત અને હાડકા કમજોર થાય છે.

વિટામિન ઈ

  • પિસ્તા,
  • બદામ
  • પત્તાવાળી શાકભાજી
  • દૂધ
  • માખણ
  • અંકૂરિત અનાજ
  • વનસ્પતી તેલ
  • મકાઈ

વિટામિન ઈની ઉણપથી નપુંસકતા આવી શકે છે.

વિટામિન કે

  • ટામેટા
  • લીલા શાકભાજી
  • દૂધ
  • અનાનસ

વિટામિન કેની ઉણપથી લોહી જાડુ થાય છે.

વિટામિન Bમાં B1 થી લઈને B12  સુધી છે. જેની કમીથી અલગ અલગ રોગ થઈ શકે છે. વિટામિન B1ની ઉણપથી બેરીબેરી, અપચો. વિટામિન B2ની ઉણપથી ચામડી સંબંધિત રોગ થઈ શકે છે.

અત્યારે બસ આટલું જ. તમામ વાંચક મિત્રોને વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ. રસોડા સાથે વિજ્ઞાન ક્યાં જોડાયેલું છે તે અંગે કોમમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી આ ક્લાસને આગળ ધપાવી શકો છો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments