Team Chabuk-Gujarat Desk: કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામમાં એક નર્સની ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નર્સ તરીકે કામ કરતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળી હતી અને બસ સ્ટેશન પર બસની રાહ જોઈને ઉભી હતી તે દરમિયાન બાઈક પર આવેલા યુવકે ફિલ્મી ઢબે તલવારના ઘા મારી યુવતીનું ગળું દબાવી દેતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ હત્યાની ઘટનાને લઈને પોલીસની ટીમ પણ દોડતી થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે નર્સ તરીકે નોકરી કરતી 22 વર્ષીય યુવતી ગોરીબેન તુલસીભાઈ ગરવા નોકરી માટે ગોધરા ગામમાં પોતાના ઘરેથી નીકળી હતી. સવારે લગભગ 6 વાગ્યે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઈ રહી હતી. તે દરમિયાન બાઇક પર આવેલા એક અજાણ્યા વ્યક્તિએ તલવારથી યુવતી પર હુમલો કર્યો હતો. જાહેરમાં તલવાર મારીને યુવતીનું ગળું દબાવી દીધું હતું અને ત્યાંથી આરોપી ભાગી છુટ્યો હતો. આમ યુવતીની ક્રુરતા પૂર્વક હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાહેરમાં હત્યા થતાં કાયદો અને વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.

યાત્રાધામ ગોધરા અંબેધામ તરીકે ઓળખાતા ગામમાં જાહેરમાં હત્યાની ઘટનાથી ગરવા સમાજ અને ગ્રામજનોમાં શોક ફેલાયો છે. સ્થાનિક લોકોએ આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે વિધવા માતાની પુત્રી કામ કરતી હતી. તે મુન્દ્રા તાલુકાના તુંબડી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામ કરતી હતી. યુવતી તેના માતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી. ઘટના બાદ ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
હાલ યુવતીનો મૃતદેહ માંડવી પોલીસે કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેઓ સમગ્ર મામલાની વધુ તપાસ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હત્યારાએ હત્યા કર્યા પછી ઘટનાસ્થળે તલવાર ફેંકી દીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત