Homeગુર્જર નગરીઆગામી દોઢ વર્ષ માટે અમદાવાદનો સારંગપુર ઓવરબ્રિજ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

આગામી દોઢ વર્ષ માટે અમદાવાદનો સારંગપુર ઓવરબ્રિજ રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આ રિનોવેશનના ભાગરૂપે અમદાવાદના બે રેલવે ઓવરબ્રિજ નવા બનાવવામાં આવશે. જેમાં સારંગપુર અને કાલુપુર રેલવે ઓવરબ્રિજનો સમાવેશ કરાયો છે. જેથી આગામી તારીખ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે સારંગપુર રેલવે ઓવરબ્રિજ બંધ કરવામાં આવશે. એટલે કે સારંગપુર ઓવરબ્રિજ પર વાહન વ્યવહાર બંધ રહેશે. આ બ્રિજ ઉપરથી ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, નિકોલ, નરોડા તરફથી આવતા અને જતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી લઈને, 30મી જૂન 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાના કારણે ઓઢવ, રખિલાય, બાપુરનગર, ગોમતીપુર, બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. આ જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ, બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે.

sarangpur overbridge

મહત્વનું છે કે, અમદાવાદના રેલવે સ્ટેશને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ પરથી હવે સીધા જ અમદાવાદ રેલવે સ્ટેશને જઈ શકાશે. અત્યાર સુધી સારંગપુર આવીને પાણીની ટાકીએ થઈને રેલવે સ્ટેશને જવુ પડતું હતું.

નવા વૈકલ્પિક માર્ગ

(1) ગીતા મંદિર, ખાડિયા, ગાંધીરોડ અને કોટવિસ્તાર સહિત અમદાવાદ શહેરમાંથી આવતા-જતા વાહનચાલકોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થઈને, વાણિજ્યભવન થઈન અનુપમ-અંબિકા ઓવરબ્રિજ પર આવવા જવાનું રહેશે. (2) રખિયાલ ઓઢવ તરફથી આવતા -જતા વાહનચાલકોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તા થઈને અનુપમ-અંબિકા ઓવરબ્રિજ આવવા જવાનું રહેશે. (3) રખિયાલ ઓઢવ તરફથી આવતા-જતા વાહન ચાલકોને કાલુપુર બ્રિજ-કાલુપુર સર્કલ જવા આવવા માટે, કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર ઓવરબ્રિજ પર આવ જા કરી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments