Homeગુર્જર નગરીઅમદાવાદ: હજારો લોકોની અવર-જવર વચ્ચે આધેડે ગળાફાંસો ખાધો, દીકરાની સારવાર માટે પૈસા...

અમદાવાદ: હજારો લોકોની અવર-જવર વચ્ચે આધેડે ગળાફાંસો ખાધો, દીકરાની સારવાર માટે પૈસા એકઠાં કરવા આવ્યા હતા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક આધેડ વ્યક્તિએ જાહેરમાં આત્મહત્યા કરી લીધી. રસ્તાની સાઈડ પર એક વૃક્ષ પર ગળેફાંસો લગાવી વૃદ્ધે જીવન ટૂંકાવી લીધુ. જે સમયે વૃદ્ધ આપઘાત કરી રહ્યા હતા તે સમયે રસ્તા પરથી અનેક લોકો પસાર પણ થઈ રહ્યા હતા જો કે, કોઈએ વૃદ્ધને રોકવાનો પણ પ્રયાસ ન કર્યો ! હવે સવાલ એ છે કે, વૃદ્ધે આખરે જાહેરમાં આત્મહત્યા કેમ કરવી પડી ?

મૃતક મૂળ બિહારના હોવાનું સામે આવ્યું છે. દાવો છે કે, દીકરાની સારવાર માટે તેઓ અમદાવાદ રૂપિયા એકઠાં કરવા માટે આવ્યા હતા. જો કે, રૂપિયા ન મળતા તેઓ એટલા તણાવમાં આવી ગયા કે ખાલી હાથે પરત બિહાર જવા કરતા તેમને મોત વ્હાલુ લાગ્યું !

આધેડ વ્યક્તિની ઓળખ વિફાઇ નદાફુ તરીકે થઈ છે. 55 વર્ષીય વિફાઈ બિહારથી આવ્યા બાદ અમદાવાદના ચંડોળા તળાવ પાસે કૌટુંબિક મામના ઘરે રહેતા હતા. બપોરે વિફાઇ નદાફુએ નરોડા બેઠકથી પાટિયા તરફના હરિદ્વાર સોસાયટીની સામેના સર્વિસ રોડ તરફના જાહેર રસ્તા પર આવેલા ઝાડ પર લટકીને જીવનલીલા સંકેલી લીધી.

પોલીસ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર વિફાઈ નદાફુના બે બાળકો છે તેઓ બિહારમાં રહે છે. વિફાઈ નદાફૂના બે બાળકોમાંથી એક બાળકને ગંભીર બીમારી હતી અને તેની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હતી. જો કે, વિફાઈ માટે એ સમસ્યા હતી કે આટલા રૂપિયા લાવવા ક્યાંથી ? ત્યારબાદ તેઓએ એ વિચારીને અમદાવાદની વાટ પકડી કે અમદાવાદમાં કોઈ રસ્તો મળી જશે. કોઈ આર્થિક મદદ કરશે અથવા કોઈ પાસેથી ઉછીના રૂપિયા મળી રહેશે. અગાઉ તેમણે અઢી લાખ રૂપિયા બિહાર મોકલ્યા હોવાની પણ માહિતી મળી છે. પરંતુ આ વખતે તેઓના રૂપિયા એકઠાં કરવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. તેમના દિકરાને કઈ બીમારી હતી તે અંગે જાણી શકાયું નથી. તપાસમાં વધુ ખુલાસા થશે.

સમગ્ર બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને મૃતદેહનો કબજો લઈ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. મૃતકના કપડામાંથી એક મોબાઈલ અને આધાર કાર્ડ મળ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments