Team Chabuk-National Desk: યોગ ગુરુ બાબા રામદેવનો (baba ramdev) એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે મહિલાઓના ડ્રેસ પર એવી કોમેન્ટ કરી જેને લઈને વિવાદ પેદા થયો છે અને રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમના આ નિવેદનની ટીકા થઈ રહી છે. શનિવારે બાબા રામદેવે પૂણેમાં આયોજિત યોગ શિબિરમાં કહ્યું કે મહિલાઓ સાડી અને સલવાર સૂટમાં સારી લાગે છે. મારી જેમ કંઈપણ નહીં પહેરે તો પણ સારી લાગશે. રામદેવની સાથે સ્ટેજ પર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીશનાં પત્ની અમૃતા ફડણવીશ પણ હાજર હતાં. બાબા રામદેવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ મામલે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે બાબા રામદેવે દેશની મહિલાઓથી માફી માગવી જોઈએ.
આ વીડિયોમાં રામદેવ કહી રહ્યા છે – તમે ખૂબ જ કમનસીબ છો. આગળના લોકોને સાડી પહેરવાનો મોકો મળ્યો, પણ પાછળના લોકોને ન મળ્યો. તમે સાડીમાં પણ સારા લાગો છો, તમે અમૃતાજી જેવા સલવાર-સૂટમાં પણ સારા લાગો છો અને મારા જેવું કોઈ ન પહેરે તો પણ તમે સારા લાગો છો. હવે લોકો તેને જાહેર શરમ માટે પહેરે છે. બાળકોને કપડાં કોણ પહેરાવે છે? અગાઉ પહેલાં અમે આઠ-દસ વર્ષ આ રીતે નગ્ન થઈને ફરતા હતા. તે હવે ફાઇવ લેયર બાળકોનાં કપડાં પર આવી ગયું છે.
આ મામલે વિવાદ વધતા સ્વાતિ માલીવાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમની પત્નીની સામે બાબા રામદેવે જે ટિપ્પણી કરી છે તે અભદ્ર અને નિંદનીય છે. આ નિવેદનથી તમામ મહિલાઓને દુ:ખ થયું છે. બાબા રામદેવે આ નિવેદન પર દેશની મહિલાઓની માફી માગવી જોઈએ.
બાબા રામદેવના આ નિવેદન બાદ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ઉદ્ધવ જૂથના શિવસેનાના નેતા સંજય રાઉતે પૂછ્યું કે અમૃતા ફડણવીસે બાબાની ટિપ્પણીનો વિરોધ કેમ ન કર્યો. શનિવારે તેમણે કહ્યું- જ્યારે રાજ્યપાલ શિવાજી મહારાજ પર અપમાનજનક ટિપ્પણી કરે છે, કર્ણાટકના મુખ્યમંત્રી મહારાષ્ટ્રનાં ગામડાઓને તેમના રાજ્યમાં ભેળવી દેવાની ધમકી આપે છે, હવે ભાજપના પ્રચારક રામદેવ મહિલાઓનું અપમાન કરે છે, તો સરકાર મૌન છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ