Homeગુર્જર નગરીઓમિક્રોન દરવાજો ખખડાવી રહ્યું છે અને ગુજરાત સરકાર ‘નદી ઉત્સવ’ કરશે

ઓમિક્રોન દરવાજો ખખડાવી રહ્યું છે અને ગુજરાત સરકાર ‘નદી ઉત્સવ’ કરશે

Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરી ત્યાંની જનતાને ચકાચૌંધ કર્યાં બાદ આવનારા વર્ષે ગુજરાતની ચૂંટણી પૂર્વે ભાજપ સરકાર એક બાદ એક ઉત્સવ કરવા લાગી છે. ઉત્સવમાં મોટા નેતાઓની હાજરી વચ્ચે મનેખ ઉમટી પડે છે. ગઈકાલે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કુલ 9 કેસ ગુજરાતમાં નોંધાયા. જેમાં મહેસાણા અને આણંદ જિલ્લામાં બે-બે કેસ જ્યારે મહાનગર અમદાવાદમાં એક સાથે પાંચ કેસે દેખા દીધી છે. બ્રિટનમાં ગઈકાલના એક લાખ કેસ સામે આવ્યા છે. આવી જ કમકમાટીભરી સ્થિતિ ફ્રાન્સની પણ છે. ખતરાની ઘંટી જોરથી વાગી રહી છે અને ઉત્સવપ્રિય સરકાર ઉત્સવમાં લાગી છે.

ગઈકાલે આઈઆઈટી દ્વારા અભ્યાસ તારવવામાં આવ્યો હતો કે આગામી સમયમાં ધ્યાન રાખવું પડશે. ત્રીજી લહેર ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે. એ સમયે દેશમાં એક જ દિવસમાં દોઢ લાખ કેસ હશે. આ માટે નિષ્ણાતોએ એક સૂરમાં કહ્યું છે કે ભીડ એકત્રિત કરવાની નથી. જોકે ગુજરાત સરકાર આગામી દિવસમાં નદી ઉત્સવની ઉજવણી કરી રહી છે. 26મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવનારા નદી ઉત્સવમાં સુરતની તાપી નદી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

બીજી તરફ અમદાવાદમાં સાબરમતી, ભરૂચ અને ગરુડેશ્વરમાં નર્મદા નદી પર મહાઆરતી યોજવામાં આવશે. આ ઉજવણીઓની સાથે મેરેથોન, સંવાદ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. શહેરો તથા જિલ્લાઓમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે અહીં શું કરવું અને શું ન કરવુંની સ્થિતિ ઊભી થઈ છે. એક બાજુ સરકાર પોલીસ કમિશ્નરો અને જિલ્લા પોલીસ વડાને સંક્રમણ ન વધે અને કરફ્યૂનું કડકમાં કડક પાલન થાય તે અંગે કહી રહી છે. તો બીજી તરફ પોતે જ રંગેચંગે એવા કાર્યક્રમ કરી રહી છે જેનાથી ભીડ ભેગી થાય.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments