Team Chabuk-Sports Desk: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન અને ટી ટ્વેન્ટીની ફાઈનાલિસ્ટ એવી ન્યૂઝીલેન્ડની ટીમ વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણીથી આ વર્ષના અભિયાનની શરુઆત કરશે. ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. આ ટીમમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ટેસ્ટ મેચમાં જ ભારતની દસે દસ વિકેટ લઈ કિર્તીમાન સ્થાપિત કરનારા સ્પિનર એઝાઝ પટેલની બાદબાકી કરી દેવામાં આવી છે. ટીમ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂઝીલેન્ડની કન્ડિશનને ધ્યાનમાં રાખતા એઝાઝ પટેલને બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે પસંદ કરવામાં નથી આવ્યો.
બાંગ્લાદેશ વિરૂદ્ધ થનારી ટેસ્ટ સિરીઝમાંથી કેન વિલિયમસનને પણ બહાર કરી દેવામાં આવ્યો છે. કેન ઈજાના કારણે આ સીરિઝમાં સામેલ નથી થયો. વિલિયમસનની અનુપસ્થિતિમાં ન્યૂઝીલેન્ડનું સુકાનીપદ ઓપનિંગ બેટ્સમેન લેથમ સંભાળશે. ટોમ લેથમ પ્રથમ વખત એક પૂરી ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ ટીમની આગેવાની કરશે. મુંબઈમાં ભારત સામે રમાયેલી અંતિમ શ્રેણીમાં પણ તેણે સુકાનીપદ સંભાળ્યું હતું.
ઘર આંગણાની સ્થિતિ અને વિકેટને ધ્યાનમાં રાખતા ન્યૂઝીલેન્ડની ટીમે પોતાની ફાસ્ટ બોલિંગની ધાર કાઢવાનું નક્કી કર્યું છે. ટીમ સાઉદી, ટ્રેન્ટ બોલ્ટ, નીલ વેગ્નર, કાઈલ જેમિસન અને મેટ હેનરી સહિતની 13 સભ્યોની ટીમ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનનો મજબુતીથી પ્રારંભ કરવા ઈચ્છશે. ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ફ્રેક્ચરના કારણે ભારતીય પ્રવાસમાંથી પાછળ હટી ગયેલા ડેવન કૉન્વેનું પણ ટીમમાં પુનરાગમન થયું છે.
ટીમે એઝાઝની જગ્યાએ કાનપુર ટેસ્ટમાં મહત્વની ભૂમિકા ભજવનારા રચિન રવીન્દ્રને સ્પિન ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય ડેરિલ મિચેલે પણ આ ફોર્મેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોલિન ડિગ્રાન્ડહોમે પણ બાંગ્લાદેશ સામેની શ્રેણી માટે જગ્યા લઈ લીધી છે.
ટીમના કોચ ગેરી સ્ટીડે કહ્યું છે કે કેન વિલિયમસનનું આ શ્રેણીમાં ન હોવું એ નિરાશાજનક છે, જોકે એ પોતાની ઈજામાંથી ઉગરવાના પ્રયાસમાં છે. ગેરી સ્ટીડે એઝાઝ પટેલના સિલેક્શનને લઈ કહ્યું છે કે, અમને દુ:ખ છે કે અમે આ શ્રેણી માટે એઝાઝને સિલેક્ટ નથી કરી શક્યા. અમારી પોલીસી કન્ડિશન પ્રમાણે શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવાની છે અને અમે આ પ્રમાણે જ ટીમ પસંદ કરી છે.
આ સિરીઝનો પ્રથમ મુકાબલો એક જાન્યુઆરીના રોજ માઉન્ટ માઉંગાનુઈના ઓવલ મેદાનમાં રમાશે. બીજી ટેસ્ટ 9 જાન્યુઆરીના રોજ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલમાં રાખવામાં આવી છે. ટીમની વાત કરવામાં આવે તો કેપ્ટન તરીકે ટોમ લેથન બાદ, ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવન કોન્વેસ મેટ હેનરી, કાઈલ જેમિસન, ડેરિલ મિચેલ, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ટીમ સાઉદી, રોસ ટેલર, નીલ વેગ્નર, વિલ યંગ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત