Homeગામનાં ચોરેશું રશિયાએ યુદ્ધમાં એ સૈનિકોને મોકલ્યા છે જેમને જબરદસ્તી સેનામાં ભરતી કરવામાં...

શું રશિયાએ યુદ્ધમાં એ સૈનિકોને મોકલ્યા છે જેમને જબરદસ્તી સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા?

Team Chabuk-Gujarat Desk: રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધનો આઠમો દિવસ બેસી ગયો છે. યુદ્ધના સાતમાં દિવસ સુધી બંને દેશોએ કોના કેટલા સૈનિક મોતને ઘાટ ઉતરી ગયા તેના આંકડા રજૂ કરી પોત પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24મી ફેબ્રુઆરીએ જ્યારે હુમલો કર્યો ત્યારે યુદ્ધને વિશેષ સૈન્ય કાર્યવાહીમાં ખપાવ્યો હતો. રશિયાએ 2 માર્ચના રોજ પ્રથમ વખત સ્વીકાર કર્યો હતો કે યુક્રેને તેના 498 સૈનિક મારી નાખ્યા. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,597 સૈનિક ઘાયલ પણ થયા છે. રશિયાએ આ પૂર્વે સૈનિકોના મર્યાની વાતનો સ્વીકાર કર્યો હતો, જોકે તેનો કોઈ ચોક્કસ આંકડો કહ્યો નહોતો.

રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા આઈગર કોનાશેન્કોવે બુધવારના રોજ રશિયન સૈન્યને થયેલા ભારે નુકસાનની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ખોટી માહિતી છે. તેમણે એક વાતનું આશ્વાસન આપ્યું હતું કે મૃતક સૈનિકોના પરિવારને દરેક પ્રકારની જરૂરી મદદ પહોંચાડવામાં આવશે. આઈગરે એ અહેવાલનો પણ અસ્વીકાર કર્યો હતો કે રશિયાએ યુદ્ધમાં એ સૈનિકોને મોકલ્યા છે જેમને જબરદસ્તી સેનામાં ભરતી કરવામાં આવ્યા હતા. રશિયાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા આઈગરે દાવો કરતા કહ્યું છે કે, ‘અત્યાર સુધીમાં યુક્રેનના 2,870 સૈનિકો મૃત્યુ પામ્યા છે, 3,700 સૈનિકો ઘાયલ થઈ ચૂક્યા છે. 572 સૈનિકોને રશિયા દ્વારા યુદ્ધકેદ કરવામાં આવ્યા છે.’

તો બીજી તરફ યુક્રેન દ્વારા 3 માર્ચ ગુરૂવારના રોજ એવો દાવો કરવામાં આવ્યો હતો કે 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કુલ 9,000 રશિયન સૈનિકો મરી ચૂક્યા છે. યુક્રેનના કેટલા સૈનિકો માર્યા ગયા એ દાવા પર કોઈ અધિકારી દ્વારા ટીપ્પણી કરવામાં નથી આવી. જોકે યુક્રેનના સ્ટેટ ઈમરજન્સી સર્વિસે કહ્યું છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 2,000થી વધારે યુક્રેની નાગરિકોના મોત થઈ ચૂક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments