Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભૃગુપુર ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે. આમ આ જૂથ અથડામણ હત્યામાં પરિણમી છે.
મળતી વિગતો પ્રમાણે ચુડા તાલુકાના ભૃગુપુર ગામે બે જૂથ આજે સામ-સામે આવી ગયા હતા. બન્ને જૂથ વચ્ચે જમીન વિવાદ બાબતે જૂથ અથડામણ થઈ હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી બન્ને જૂથ વચ્ચે જમીન વિવાદને લઈને વિવાદ ચાલતો હતો. આજે બન્ને જૂથના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો વધુ બિચકતાં બન્ને જૂથો મારામારી સુધી પહોંચી ગયા હતા. જેમાં એક જૂથના ત્રણથી ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે.
ચુડાના ભૃગુપુર ગામમાં જૂથ અથડામણ pic.twitter.com/B76gGXT8xx
— thechabuk (@thechabuk) May 3, 2022
ત્રણથી ચાર શખ્સો સામેના જૂથના લોકો પર છરી વડે આડેધડ તૂટી પડ્યા હતા. જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિને છાતીના ભાગે છરીના ઘા વાગતા મોત નિપજ્યું હતું. આ આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘટનાની જાણ થતાં જ ચુડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભૃગુપુર ગામમાં દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણકારી મેળવીને તપાસ હાથ ધરી હતી. ગામમાં અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગામમાં આ પ્રકારનો બનાવ બનતાં અન્ય ગામ લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
