Team Chabuk-Gujarat Desk: સતત વિવાદોમાં રહેતી ટિકટોક ગર્લ કિર્તી પટેલની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ દ્વારા કિર્તી પટેલની અટકાયત કરાઈ છે. થોડા દિવસ પહેલાં કિર્તી પટેલ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે આજે કિર્તી પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસે તેની અટકાયત કરી હતી.
કિર્તી પટેલ સામે નોંધાયેલા કેસની વાત કરીએ તો, વસ્ત્રાપુરમાં રહેતી એક મહિલાએ કિર્તી પટેલ પર આરોપ લગાવ્યો હતો કે, કિર્તી પટેલે તેને ધમકી આપી હતી અને તેની છેડતી કરી હતી. આ આરોપસર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કિર્તી પટેલ સામે છેડતી અને ધમકી આપ્યાનો ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાયા બાદ કિર્તી પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી અને પોલીસે તેની અટકાયત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત