Homeગુર્જર નગરીકિશન ભરવાડ હત્યા કેસઃ આતંકી કૃત્ય સામે આવતા ગુજસીકોટ-UAPAની કલમ હેઠળ આરોપીઓ...

કિશન ભરવાડ હત્યા કેસઃ આતંકી કૃત્ય સામે આવતા ગુજસીકોટ-UAPAની કલમ હેઠળ આરોપીઓ સામે નોંધાયો ગુનો

Team Chabuk- Gujarat Desk: અમદાવાદના ધંધુકા થયેલી કિશન ભરવાડ હત્યા કેસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. કિશન ભરવાડ હત્યા કેસના આરોપીઓ વિરુદ્ધ ગંભીર ગુનાની કલમનો ઉમેરો કરાયો છે. આતંકી કૃત્ય સામે આવતા ગંભીર ગુનાની કલમ ઉમેરવામાં આવી છે. આ હત્યા કેસના આરોપીઓ સામે ગુજસીટોક-UAPAની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો છે.

કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી અજીમ સમાને હથિયાર આપનારા આરોપી રિયાઝ સેતાને પોલીસે ભાવનગરના ઢસાથી ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી રિયાઝ સેતાને અજીમ સમાને હથિયાર આપ્યું હતું અને અજીમ સમાએ અમદાવાદના જમાલપુરના મૌલાના ઐયુબ જાવરાવાલાને હથિયાર આપ્યું હતું.

અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે નાસતો ફરતો હતો. પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપ્યો છે. રમીઝ સેતા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરમાં બે વખત IPC 307ના ગુનામાં પકડાય ચૂક્યો છે. આર્મ્સ એક્ટના ગુનામાં રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. પ્રોહિબિશનના ગુનામાં રાજકોટ આજીડેમ પોલીસે ધરપકડ કરી હતી. NDPSના કેસમાં સપ્લાયર તરીકે ભક્તિનગર પોલીસે પણ આરોપી રિયાઝ સેતાની ધરપકડ કરી હતી.

આ હત્યા કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે.  ગુજરાત ATSએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ATSએ અમદાવાદના જમાલપુરની મસ્જિદમાં મૌલની એયુબ જાવરાવાલા અને કમરગની ઉસ્માનીને સાથે રાખીને તપાસ કરી હતી. આ તપાસમાં ATSને એક એર ગન મળી છે. ઉપરાંત જમાલપુર મસ્જિદમાં મૌલવી ઐયુબના કેટલાક પુસ્તકો અને કોમ્પ્યુટર પણ જપ્ત કરાયું છે. અત્યાર સુધીની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં જ પ્લાનિંગ કરાયું હતું.

તો મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.

પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે અમર ગનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તે ગઝવે હિંદ નામનો ભારતવિરોધી પાકિસ્તાની એજન્ડા લઈને કામ કરી રહ્યો હતો અને ઈન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેઈનવોશ કરીને તેમને હિંસક બનાવાઈ રહ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનું ખૂલ્યું છે. ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમર ગની ઉસ્માનીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ તેની પૂછપરછ કરશે.  આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments