Team Chabuk-Gujarat Desk: જૂનાગઢની ધારા હત્યા કેસનો મુખ્ય આરોપી સૂરજ ભુવો વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ પણ છે. જેઓ પણ સૂરજ ભુવાની કાળી કરતૂત બહાર આવ્યા બાદ ચોંકી ગયા છે.
મૂળ જૂનાગઢની ધારા સાથે આરોપી લીવ ઈનમાં રહેતો. બંને વચ્ચે ઝઘડો થતા કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને બાદમાં સમાધાન પણ થયું હતું. જો કે, ધારા નામનો કાંટો જીવનમાંથી કાઢી નાખવા સૂરજે પોતાના મળતિયાઓ સાથે એવો કારસો રચ્યો કે પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ. જો કે, આપણે જાણીએ છીએ તેમ પોલીસ ધારે તો ગમે તે કરી શકે એ ફરી એકવાર સાબિત થઈ ગયું અને એક વર્ષની માથાકૂટ બાદ સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો.
આ કેસનો મુખ્ય આરોપી તરીકે સૂરજ ભુવાજી ઉર્ફે સૂરજ સોલંકીની ઓળખ થઈ છે. સૂરજ સોલંકી માતાજીનો ભૂવો હોવાનો દાવો કરે છે.

આવો ઢોંગ રચીને જ તેણે લાખો અનુયાયીઓ ઉભા કરી લીધા હતા. જેમની પાસેથી કોઈને કોઈ સ્વરૂપે રૂપિયા અને સોગાતો આવતી રહેતી હશે અને આ સોગાતોથી જ આ મેલા મનનો સૂરજ પોતાની વૈભવી જીંદગી જીવે છે તેવો દાવો છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં સૂરજના ફોટા અને વીડિયોથી તેની લાઇફસ્ટાઇલનો અંદાજો લગાવી શકાય છે.
આ સિવાય તેના સોશિયલ મીડિયામાં તેના ઘણાં ઘૂણતા વીડિયો પણ મૂકવામાં આવ્યા છે. તેમાં પણ જોઈ શકાય છે કે, ફૂલોના ઢગલા વચ્ચે સૂરજ બેઠો હોય છે અને ધૂણતો હોય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત