Homeગુર્જર નગરી8 મહિનાના દીકરાને ઘરમાં રમતો મુકી માતાએ ગળેફાંસો લગાવ્યો, અત્મહત્યા પાછળ સામે...

8 મહિનાના દીકરાને ઘરમાં રમતો મુકી માતાએ ગળેફાંસો લગાવ્યો, અત્મહત્યા પાછળ સામે આવ્યું આ કારણ

Team Chabuk-Gujarat Desk: રાજકોટના પોપટપરામાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો. અહીં એક મહિલાએ પોતાના 8 મહિનાના પુત્રને એકલો રમતો મુકી પોતે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. દાવો છે કે, મહિલાને આંચકીની બીમારી હતી જેનાથી તે સતત તણાવમાં રહેતી હતી અને બીમારીથી કંટાળીને જ તેણે મોત વ્હાલુ કરી લીધું છે.

મળતી મહિતી મુજબ પોપટપરા – 7/12માં રહેતાં આરતીબેન વિશાલભાઈ ઝરવરિયા (ઉ.વ.25) સાંજે પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વધુમાં મૃતકના પતિએ જણાવ્યું હતું કે, તેઓ મજૂરીકામ કરે છે, તેમના લગ્ન આરતીબેન સાથે પાંચ વર્ષ પહેલાં થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેમણે સંતાનમાં ચાર વર્ષની પુત્રી અને આઠ માસનો પુત્ર છે.

તેની માતા સાથે તેની પુત્રી સબંધીને ત્યાં ગયા બાદ તેઓ પણ મજૂરીકામ માટે ઘરેથી નીકળી ગયા હતાં. તેઓ પાંચ વાગ્યે ઘરે આવી રૂમનો દરવાજો ખોલતાં પત્ની લટકેલી હાલતમાં જોવા મળી હતી અને આઠ માસનો પુત્ર બાજુમાં રમતો હતો.

પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments