Team Chabuk-Gujarat Desk: કોરોનાના વધી રહેલા કેસ અને કોરોના ફેલાવવાની ગતિના કારણે હવે લોકોના મનમાં ભય પેસી ગયો છે. લોકો પણ કોરોનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સિવાય જે અનિવાર્ય છે તે વસ્તુની ભારે માત્રામાં ખરીદી કરી રહ્યા છે. જે રીતે સેનિટાઈઝરની એક સમયે કોઈ માગ ન હતી, પણ કોરોના આવતાની સાથે જ સેનિટાઈઝરની માગમાં ભારે ઉછાળો નોંધોય તેમ હવે સંતરા અને કિવિના ભાવમાં પણ વિક્રમજનક ઉછાળો નોંધાયો છે.
રોગપ્રતિકારકતાશક્તિ વધારવા માટે અને કોરોનાને ડામવા માટે જરૂરી એવી ખાટા ફળોની માગમાં હવે બજારમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ભાવ વધારો હોવા છતાં લોકો સંતરા અને કિવિની વધારે માત્રામાં ખરીદી કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ‘‘આવતે વખતે ભાવ ઘટે ત્યાલે લઈ લેશું’’ શ્રેણીનાં સંતરા અને કિવિનો ભાવ હવે દોઢ ગણો થઈ ગયો છે.
સામાન્ય દિવસોની અંદર જે સંતરા જે 100થી 150 રૂપિયાના દરે મળતા હતા તે હવે હોલસેલ માર્કેટમાં 200થી 250 રૂપિયા થઈ ગયા છે. એટલું જ નહીં કેટલાક વિક્રેતાઓએ કોરોનાને ધ્યાને રાખતા પોતાના નવા ભાવો નક્કી કરીને રાખ્યા છે. બીજી બાજુ જે કિવિ અન્ય દિવસોમાં 10 રૂપિયાની મળતી હતી અને કોઈ સામેથી આપે તો પણ લેતા નહોતા તે હવે 25 રૂપિયાની થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ આ જ કિવિ ત્રીસ રૂપિયા સુધીની મળે છે. તો ક્યાંક ચાલીસ ભાવ પણ થઈ ગયા છે.
ખટાશમાં ગુણકારી અને ઉત્તમ ગણાતી મોસંબીનો થેલો પહેલા 400થી 500 રૂપિયામાં મળતો હતો હવે તેનો ભાવ પણ 600થી 700 સુધી આંબી ગયો છે. જો છૂટક મોસંબી લેવી હોય તો એક ડઝનનો ભાવ 250 રૂપિયા થઈ ગયો છે. અન્ય ફળોના કોષ્ટકમાં ભાવ જોઈએ તો…
| ફળ | પહેલા | હવે |
| સફરજન | કિલોના 80 | કિલોના 140 |
| ઈમ્પોર્ટેડ સફરજન | કિલોના 200 | કિલોના 275થી 300 |
| કેળા | ડઝન 30ના | ડઝન 50ના |
| માલટા દેશી | કિલોના 50 | કિલોના 80 |
| વિદેશી માલટા | કિલોના 90 | કિલોના 150 |
| લીલા નાળિયેર | 30 | 40થી 60 |
| લીંબુ | કિલોના 60 | 150થી 160 |
| પાઈનેપલ | 50 | 70 |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત