Team Chabuk-Gujarat Desk: શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો વધુ ચર્ચિત બની રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચી શકે છે. અંબાજી મંદિરમાં વર્ષોથી પ્રસાદમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવાતા વિરોધ શરુ થયો છે. ત્યારે પાલનપુર વકીલ મંડળે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી દર્શાવી છે. ભક્તોની આસ્થા સાથે હજારોની રોજગારી સામે સવાલ સર્જાયો છે. ત્યારે પ્રસાદ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવા રજૂઆત થઇ શકે છે.
વર્ષ 2014માં પણ પ્રસાદના કોન્ટ્રાક્ટનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે ફરી મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા હિત રક્ષક સમિતિએ 8 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. ભૂખ હડતાળ સહિત અંબાજી બંધ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
શક્તિપીઠ અંબાજી મંદિરની ઓળખ સમાન મોહનથાળ પ્રસાદને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. મોહનથાળના પ્રસાદની જગ્યાએ હવે ભક્તોને ચીકીનો પ્રસાદ આપવામાં આવશે. માતાજીના દર્શને આવતા ભક્તો પોતાની સાથે અચૂક મોહનથાળનો પ્રસાદ લઈ જતા હોય છે. ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બને છે અને તેની સાથે અનેક શ્રમિકો પણ જોડાયેલા છે, ત્યારે મોહનથાળનો પ્રસાદ બંધ થતા શ્રમિકો બેકાર થતા તેમની રોજીરોટી પણ છીનવાઇ છે.
તો બીજી તરફ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા અંગે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનું માનવું છે કે મા અંબાના ભક્તો ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ છે. માનો પ્રસાદ દર્શને આવતા ભક્તો પોતાની સાથે લઇ જતા હોય છે જ્યારે કેટલાક ભક્તો ઓનલાઇન પણ પ્રસાદ મગાવતા હોય છે. ત્યારે આ સ્થિતિમાં પ્રસાદ બગડી ન જાય અને લાંબા સમય સુધી તેની ગુણવત્તા જળવાઇ રહે તે હેતુથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત