HomeસિનેમાવાદAmitabh Bachchan: અમિતાભ બચ્ચન આ શેરથી કરે છે શાનદાર કમાણી, જાણો 5...

Amitabh Bachchan: અમિતાભ બચ્ચન આ શેરથી કરે છે શાનદાર કમાણી, જાણો 5 વર્ષમાં કેટલું મળ્યું રિટર્ન!

Team Chabuk-Entertainment Desk: અમિતાભ બચ્ચન શેર બજાર દ્વારા પણ મોટી કમાણી કરે છે. તેમની પ્રોફાઇલમાં સામેલ એક નાની કંપનીના શેર (Smallcap Stock) એ ગત પાંચ વર્ષમાં 5 ગણું રિટર્ન આપ્યું છે. બિગ બીએ વર્ષ 2018માં ડીપી વાયર્સ (DP Wires)નામની આ કંપનીના શેરમાં રોકાણ કર્યું હતું અને ત્યારથી તેમાં આશરે 380 ટકાનો ઉછળો આવ્યો છે.

2018માં બચ્ચને ખરીદ્યા શેર

Ace Equity ના ડેટા પરથી ખરબ પડે છે કે અમિતાભ હરિવંશ રાય બચ્ચન પાસે સપ્ટેમ્બર 2018 થી ડીપી વાયર્સ કંપનીમાં 3,32,800 શેર છે. આ હિસાબથી કંપનીમાં તેમનો હિસ્સો લગભગ 2.45 ટકા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) માં લિસ્ટેડ વાયર નિર્માણ સાથે જોડાયેલી આ સ્મોલકેપ કંપનીના માધ્યમથી તેને જંગી નફો થયો છે. આ કંપનીનો આઈપીઓ આવ્યા બાદ બોલિવૂડ અભિનેતાએ તેના શેરમાં રોકાણ કર્યું હતું.

રોકાણની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા

શેરમાં આવેલી તેજીની વાત કરીએ તો આ વાયરિંગ કંપનીનો શેરની કિંમત 3 સપ્ટેમ્બર 2018ના રોજ માત્ર 74 રુપિયા હતી. જે 3 માર્ચ 2023ના રોજ 359.65ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 380 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આશરે પાંચ ગણુ રિટર્ન આપતા આ સ્મોલકેપ શેરે બિગ-બીને સારી કમાણી કરાવી છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો તેણે લગભગ 20 ટકા વળતર આપ્યું છે. એટલે કે જ્યારે અમિતાભ બચ્ચને આ શેરમાં રોકાણ કર્યું ત્યારે તેમના રોકાણની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હતી. હવે તે વધીને લગભગ 12 કરોડ રૂપિયા થઈ ગયા છે.

શેરમાં ઝડપથી વધી માર્કેટ કેપ

કંપનીના શેરમાં સતત આવેલી તેજી સાથે તેની માર્કેટ કેપમાં પણ ઝડપથી વધારો થયો છે. ડીપી વાયર્સની MCap સપ્ટેમ્બર 2018માં 100.40 કરોડ હતી, જે હવે 487.97 કરોડ પર પહોંચી ગઈ છે. 20 સપ્ટેમ્બર 2022ના રોજ કંપનીનું માર્કેટ કેપ 502.80 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. કુલ મળી 31 ડિસેમ્બર, 2022 સુધી કંપનીમાં પ્રમોટરોની 70.40 ટકા હિસ્સેદારી હતી.

નેટ પ્રોફિટમાં પણ જોરદાર ઉછાળો

ડીપી વાયર્સ કંપનીના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2017માં 195.38 કરોડથી નાણાકીય વર્ષ 22માં કંપનીનું ચોખ્ખુ વેચાણ વર્ષે 25.70 ટકા વધીને 613.24 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન કંપનીના નેટ પ્રોફિટમાં 42.05 ટકાનો વધારો થયો છે. જ્યારે તેનો નફો 5.02 કરોડથી વધીને 29.05 કરોડ રુપિયા થયો છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments