Homeગુર્જર નગરીવલસાડના પારડીને એક જ દિવસમાં અધધધ વિકાસ કાર્યોની મળી ભેટ

વલસાડના પારડીને એક જ દિવસમાં અધધધ વિકાસ કાર્યોની મળી ભેટ

Team Chabuk-Gujarat Desk: વલસાડના પારડી સ્‍થિત મહેતા હોસ્‍પિટલ, કિલ્લા પારડી ખાતે કાર્યરત હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના કિડની કેર અને ડાયાલીસીસ સેન્‍ટરને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે અદ્યતન કાર્ડિયાક/ ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ પારડી તાલુકાની જનતા માટે અર્પણ કરવામાં આવી હતી. 

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા હાથ ધરાયેલા સેવાના વિવિધ પ્રકલ્‍પોમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ગ્રાન્‍ટમાંથી ફાળવાયેલી લાઈફ સપોર્ટિંગ સાધનોયુક્‍ત અદ્યતન કાર્ડિયાક/ ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલસની સુવિધાનો સમાવેશ થઈ રહ્યો છે. જે હવેથી પારડી તાલુકાની જનતા માટે ઉપલબ્‍ધ બનશે.

Valsad

ઇલેક્‍ટ્રિસિટી લાઇન અન્‍ડરગ્રાઉન્‍ડ થશે

આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આ કામ મેં કર્યા છે એવો ભાવ રાખ્‍યા વગર કરવામાં આવી રહેલી સંસ્‍થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને આરોગ્‍યલક્ષી સેવાઓ માટે આપવામાં આવેલી એમ્‍બ્‍યુલન્‍સ જરૂરીયાતમંદ દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. કિડની અને ડાયાલીસીસના દર્દીઓ માટે મા યોજના અંતર્ગત કેશલેસ સેવા ઉપલબ્‍ધ કરાવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. પારડી વિસ્‍તારમાં અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે તેમ જણાવી પારડી નગરમાં ઇલેક્‍ટ્રિસિટી લાઇન ટૂંક સમયમાં જ અન્‍ડરગ્રાઉન્‍ડ કરવામાં આવશે અને પારડી આઈ.ટી.આઈ.ની બાજુમાં સાયન્‍સ કોલેજનું મકાન બનશે તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

Valsad

લાઈબ્રેરી, કોમ્યુનીટી હોલનું ખાતમુહર્ત

આ ઉપરાંત નાણા, ઉર્જા, પેટ્રોકેમીકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂ.૧૪૧.૬૧લાખના ખર્ચે લાયબ્રેરી, રૂા.૯૭.૭૪ લાખના ખર્ચે કોમ્‍યુનીટી હોલ અને રૂ.૧૩૬.૫૯ લાખના ખર્ચે પારડી નગરપાલિકાના જુદા-જુદા વિસ્‍તારોના સી.સી. તથા આર.સી.સી. રસ્‍તાઓના ખાતમુહૂર્ત તેમજ રૂ.૫૬ લાખના ખર્ચે નુતન નગર તથા સ્‍વાતિ કોલોનીના આંતરિક ડામર રોડ તથા સ્‍વાતિ કોલોનીના કામોના લોકાર્પણ મળી કુલ રૂા.૪૩૧.૬૪ લાખના વિકાસકામોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યા હતા.

Valsad

કિલ્લાનો વિકાસ

આ અવસરે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પારડી નગરપાલિકા ટીમની કામગીરીની બિરદાવતાં જણાવ્‍યું હતું કે, પારડી વિસ્‍તારમાં અનેકવિધ વિકાસ કાર્યો થઇ રહ્યાં છે. આવનારા સમયમાં પણ અનેકવિધ કામો થકી નગરપાલિકા વિસ્‍તારને અનેક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું. સફાઈ કામદારો માટે મકાનો બનાવવા, શાકભાજી માર્કેટ બનાવવાની કામગીરીનું સુચારુ આયોજન કરવા તેમજ સોલિડ વેસ્‍ટ સાઈડની કામગીરી એક વર્ષ એક વર્ષમાં પૂરી થાય તેમજ કિલ્લાના વિકાસ માટે આગવી ઓળખ તરીકેની સુવ્‍યવસ્‍થિત યોજના બનાવી કામગીરી હાથ ધરવા જણાવ્‍યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments