Homeગુર્જર નગરીસુરતમાં વલસાડના રિક્ષાચાલકને માર મારી રિક્ષા સહિત 98 હજારની લૂંટ ચલાવનારા બે...

સુરતમાં વલસાડના રિક્ષાચાલકને માર મારી રિક્ષા સહિત 98 હજારની લૂંટ ચલાવનારા બે ઝબ્બે, એક સગીર, એક રિઢો ગુનેગાર

Team Chabuk-Gujarat Desk: સુરતમાં વલસાડના રિક્ષાચાલકને માર મારી રિક્ષા, મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનારા બે આરોપી ઝડપાયા છે. બેમાંથી એક આરોપી સગીર છે. થોડા દિવસ પહેલાં બે અજાણ્યા શખ્સોએ અમે ડી સ્ટાફમાં છે તેમ કહીને આરોપીઓ બળજબરીથી રિક્ષામાં બેસી ગયા હતા. ત્યારબાદ મોકો મળતા જ હુમલો કરી દીધો હતો અને રિક્ષાચાલકને લોહીલૂહાણ કરી મોબાઈલ, રોકડ રકમ અને રિક્ષા સહિત કુલ 98 હજાર રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો અને હવે કિશોર સહિત કુલ બે આરોપીને ઝડપી લીધા છે.

વલસાડમાં રહેતો રાકેશ રાધેશ્યામ તિવારી સુરતમાં રિક્ષા ચલાવે છે. દાદીનું અવસાન થતાં વતન જવા ટ્રેન પકડવા સંબંધી સાથે સુરત આવ્યો હતો. કાપોદ્રામાં ચીકુવાડી સીએનજી પંપ પાસે તે રિક્ષા લઈને ઉભો હતો ત્યારે 2 શખ્સો તેની પાસે આવ્યા હતા અને પોતે ડી સ્ટાફમાં હોવાની વાત કરી હતી. સાથે જ રિક્ષાચાલકને કાપોદ્રા ચાર રસ્તા પાસે મુકી જવા કહ્યું હતું.. રિક્ષાચાલકે આનાકાની કરવા છતાં બંને શખ્સો માન્યા ન હતા અને જબરજસ્તી રિક્ષામાં બેસી ગયા હતા. આ દરમિયાન મોટા વરાછા એલ.પી.સવાણી સ્કૂલ તરફ અંધારામાં લઈ જઈ રિક્ષાચાલકને માથામાં લાકડી મારીને લોહીલુહાણ કરી દઈ રિક્ષામાંથી ઉતારી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મુદ્દે રિક્ષાચાલકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં બાતમીના આધારે કપોદ્રા પાણીની ટાંકી પાસે રહેતા સંતોષ ઉર્ફે ટલ્લો ઉર્ફે તલવાર દિનેશ રાઠોડ અને એક કિશોરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને આરોપી પાસેથી  એક રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ 98 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સંતોષ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં પણ તેની સામે ૭ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી ત્રણ વખત પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચુક્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments