Team Chabuk-Gujarat Desk: રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાને આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, 31 મેના રોજ આશિષ ભાટિયા નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ તેઓને આઠ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે જેથી હવે તેઓ રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સુધી રાજ્યમાં પોલીસવડા તરીકે સેવા આપશે.
આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવા અંગેની કેબિનેટ કમિટી ઓન એપોઈન્ટમેન્ટ્સે ગૃહ મંત્રાલયની દરખાસ્ત મંજૂર કરી છે. તેથી તેઓ હવે આગામી 8 મહિના સુધી આ પદ પર કાયમ રહેશે. 2 વર્ષ પહેલાં એક નિયમ બનાવાયો હતો, જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે 2 વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો. એના આધારે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કેરળ, તામિલનાડુ સહિતનાં રાજ્યોમાં પણ બે વર્ષમાં સમય ખૂટતો હોય તેવા રાજ્ય પોલીસવડાને એક્સટેન્શન આપવામાં આવ્યાં છે. આમ, હવે તમામ રાજ્યના પોલીસવડાઓને બે વર્ષમાં જેટલો સમય ખૂટતો હશે એ નિયમ પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે.
આ પહેલાં આશિષ ભાટિયાએ સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસવડા પદેથી મુક્ત થવા માટે રજૂઆત કરી હતી. પરંતુ સરકારે એ સમયે તેમની આ વાતને નકારી દીધી હતી. હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસવડાની અટકળોનો અંત લાવી દીધો છે. મહત્વનું છે કે, હરિયાણામાં જન્મેલા આશિષ ભાટિયાએ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP, રેલવેના DGP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત